For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'તાજ સિટી'માં કુંવારા રહી જશે યુવકો!

|
Google Oneindia Gujarati News

agra
લખનઉ, 18 ઑગસ્ટઃ ઉત્તર પ્રદેશમાં સેક્સ રેશિયોમાં સતત વધતાં અંતરના કારણે ગંભીર પરિણામ હવે સામે આવી રહ્યાં છે. જ્યારે કોઇ સમાજમાં લગ્ન માટે ચાર યુવકો પર માત્ર એક જ યુવતી મળે તો તને સેક્સ રેશિયોમાં ભાર અંતર જ કહેવાશે. આમ તો સેક્સ રેશિયોના અંતરમાં આખો પ્રદેશ છે, પરંતુ આગરામાં આ સંકટ એટલું વધી ગયું છે કે, યુવાઓ માટે કન્યા સંકટ ઉભો થયો છે.

આ સમસ્યાના અનેક ગંભીર પરિણામ આવનારા સમયમાં ઉત્તર પ્રદેશના સમાજને સહન કરવા પડી શકે છે. તેના કારણે સમાજમાં વધી રહેલા ગુનાઓને પણ રોકવા કપરા પડી શકે છે. સૌથી વધુ ગંભીરતા આગરામાં જોવા મળી રહી છે, જ્યાં સામૂહિક લગ્ન કાર્યક્રમોમાં, લગ્ન પહેલા થનારા પરિચય સંમેલનોમાં ચાર યુવકો પર એક યુવતી જ મળી રહી છે. કન્યાનો અભાવ એ હદે વધી ગયો છે કે, આ વિસ્તારમાં વિભિન્ન જાતિઓમાં સામૂહિક લગ્નનું પ્રચલન ઝડપથી વધી રહ્યો છે.

સમારોહ કરાવનારાઓના કહેવા પ્રમાણે, સાતેક વર્ષ પહેલા આવી સમસ્યા નહોતી. ત્યારે યુવતીઓની સંખ્યા વધારે અને યુવકોની સંખ્યા ઓછી હતી. આ વર્ષે જુલાઇ સુધીમાં માથુર વૈશ્ય, બ્રાહ્મણ, પંજાબી, ક્ષત્રિય સહિત અનેક જાતિઓએ અલગ-અલગ આઠ સામૂહિક પરિચય અને લગ્ન સંમેલન કરાવ્યા. જેમાં ત્રણ હજાર યુવક અને માત્ર એક હજાર યુવતીઓ સામેલ છે. માથુર વૈશ્ય મહાસભા ભવન, પચકુઇયાં પર થયેલા વાષ્ણેય સમાજના પરિચય સંમેલનમાં 115 યુવતીઓ પંજીયન થઇ હતી. તો સામે યુવકોની સંખ્યા 467 હતી. આ સ્થિતિ કોઇ એક જાતિની નહીં, પરંતુ આ દરેક જાતિમાં જોવા મળી રહી છે.

આગરામાં થનારા આ પરિચય સંમેલનોમાં કન્યાઓના જન્મ અને તેમની સુરક્ષાની તમામ યોજનાઓની પોલ ખોલી દીધી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર આગરામાં સ્ત્રી-પુરુષના આંકડામાં સુધારો આવ્યો છે. અહીં મહિલા સેક્સ રેશિયો વધ્યો છે, આખા જિલ્લામાં વર્ષ 2011માં પ્રતિ 1000 વ્યક્તિઓ પર મહિલાઓની સંખ્યા 859 છે. વર્ષ 2001માં આ રેશિયો 846 હતો. માત્ર આગરા શહેરમાં 2001માં મહિલાઓની સંખ્યા 851 હતી, જે 2011માં વધીને 857 થઇ ગઇ છે.

કેટલાક સામાજિક વિશેષજ્ઞોનું માનવું છે કે, આ સેક્સ રેશિયો સ્વાભાવિક છે. તેમનું કહેવું છે કે, સમાજમાં હજુ પણ જે પ્રકારે યુવક-યુવતીઓના અંતરની ભાવના છે. તેના કારમે એખ સમસ્યા એ પણ હશે. જે હેઠલ યુવકોને લગ્નમાં પરેશાની આવશે. સાથે જ જ્યારે સમાજમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા વધુ હશે તો તેના કારણે સમાજમાં ગુનાઓની સંખ્યા વધશે.

English summary
Female Gender Ratio down in Taj City Agra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X