નવા CM કોણ? કર્ણાટક કોંગ્રેસમાં CM પદ માટે લડાઇ શરૂ

પૂર્ણ બહુમત મળવાની આશાએ સરકાર બનવાની ઉમ્મીદ સાથે કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓ સીએમ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે. તેમાં સૌ પ્રથમ નામ મૈસૂરના નેતા સિદ્દારમૈયાનું છે. સિદ્દારમૈયાનું પાર્ટીમાં સારું એવું બળ છે. જ્યારે પણ કોઇ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે તેમને ચોક્કસ સામેલ કરવામાં આવે છે. બીજું નામ કોંગ્રેસના સાંસદ એમ એમ મલ્લિકાર્જુનનું છે. જ્યારે ત્રીજું નામ ડૉ. જી પરમેશ્વરનું છે. તેઓ કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે.
તેમણે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ કર્ણાટકમાં પાછી ફરે એવી કોઇ આશા ન હતી ત્યારે તેમણે ખૂબ મહેનત કરીને પાર્ટીને આગળ લાવવાનું કામ કર્યું છે. આ ત્રણમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તેનો આખરી નિર્ણય કર્ણાટક નહીં પણ દિલ્હીના 10 જનપથ ખાતે થશે. જો કે આ લિસ્ટમાં અન્ય નામો પણ સામેલ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
