કેદારનાથમાં સેલ્ફી લેનારા વ્યક્તિ સાથે મારામારી, જાણો શું છે પુરી ઘટના?
ભગવાન કેદારનાથનું નિવાસ્થાન કેદારનાથ ધામ કેટલાક સમયથી વિવાદોમાં આવી રહ્યું છે. હાલમાં જ એક યુવતીએ મંદિર સામે તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યા બાદ હવે એક યુવક સાથે મારામારીની ઘટના સામે આવી છે.
સામે આવેલી ઘટના અનુસાર, કેદારનાથ ધામના હેલીપેડ પર એક વ્યક્તિ સેલ્ફી લઈ રહ્યો હતો. આ દરમિયાન તે હેલિપેડના કર્મચારીઓના ધ્યાને આવતા તેને માર મારીને ત્યાંથી ભગાડ્યો.

વિવાદ વચ્ચે સારી વાત એ હતી કે કર્મચારીઓએ સમયસર વ્યક્તિને બહાર કાઢ્યો નહીં તો કોઈ મોટી દુર્ઘટના બની હોત. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, હેલિકોપ્ટર ટેકઓફ કરે છે પરંતુ ત્યારે જ આ વ્યક્તિ સેલ્ફી લેવા માટે રનવે નજીક પહોંચે છે. પાયલોટ ટેક ઓફ કરતા પહેલા વધુ એક વાર નીચે ઉતરે છે જેથી હેલિકોપ્ટર વ્યક્તિ સાથે અથડાય નહીં. થોડી જ વારમાં હેલિકોપ્ટર સર્વિસના કર્મચારીઓ ત્યાં આવે છે અને આ વ્યક્તિને ફટકારીને ભગાડે છે.
આ વ્યક્તિ હેલિકોપ્ટર ટેકઓફ કરી રહ્યું છે તેમ છત્તા પોતાનો કેમેરો ચાલુ રાખે છે અને શૂટિંગ ચાલુ રાખે છે. આનાથી ગુસ્સે ભરાયેલા સ્ટાફ સેવામાં અવરોધ અને અસુવિધા ઊભી કરવા બદલ તેની સાથે મારા મારી કરે છે.
Ye bhai ab Jeevan me dubara selfie ni lega. Aise hi Jawans ki DND par jarurat hai 2-3 din abhi. 😂👇🏽
— Prashant Kumar (@scribe_prashant) July 14, 2023
https://t.co/M3aeBHEYbB
જણાવી દઈએ કે, અન્ય મંદિરોથી વિપરીત કેદારનાથ દિવસભર ખુલ્લું રહે છે. કેદારનાથ ધામ વર્ષમાં છ મહિના જ ભક્તો માટે ખુલે છે. અક્ષય તૃતીયાના શુભ દિવસ પછી ભગવાન શિવના દર્શન માટે કેદારનાથ યાત્રા શરૂ થાય છે. આ વર્ષે મંદિર 25 એપ્રિલથી 15 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે.












Click it and Unblock the Notifications
