આગ્રા એક્સપ્રેસ વે પર વાયુસેનાના 20 યુદ્ધ વિમાનોનું ટચડાઉન

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે સવારે આગ્રા એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાના તમામ યુદ્ધ વિમાનો ટચડાઉન કરતા જોવા મળ્યા હતા. સૌ પ્રથમ હરક્યુલિસ સી-130એ એક્સપ્રેસ વે પર ટચડાઉન કર્યું. સુરક્ષાના હેતુસર એક્સપ્રેસ વે પર તમામ કમાન્ડો ફરજ બજાવી રહ્યા હતા, સાથે જ નિરીક્ષણ માટે ડ્રોન કેમેરા પણ મુકાવામાં આવ્યા હતા. આ પહેલાં ગત વર્ષે પણ આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે ખાત વાત એ છે કે, આ વખતે પરિવહન વિમાન એએન 32 પર અભ્યાસ કરતા વિમાનોમાં જોવા મળ્યું છે. કુલ 20 વિમાનોએ એક પછી એક ટચડાઉન કરતાં અભ્યાસ કર્યો હતો.

fighter plane

આ અભ્યાસમાં મિરાજ 2000, જગુઆર, સુખોઈ 30 અને એએન 32 જેવા પરિવહન વિમાનો હતા. એએન 32 પરિવહન વિમાન માનવીય સહાયતા અને આપત્તિ સમયે રાહતનું કામ કરે છે. પૂર કે અન્ય કોઇ કુદરતી આફતના સમયે આ વિમાન દ્વારા લોકોને મદદ પહોંચાડવામાં આવે છે. આ સિવાય અભ્યાસમાં એમઆઈ 17 હેલિકોપ્ટર, કરિયર એરક્રાફ્ટ હરક્યૂલિસ સી 17 પણ જોવા મળ્યા હતા.

આ અભ્યાસ પહેલાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે ધોવામાં આવ્યો હતો, રોડ પર પડેલ નાના-મોટા ખાડા પુરવામાં આવ્યા હતા. રન-વેની બંને તરફ સોફા અને ખુરશીઓ મુકવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો આ અભ્યાસ જોવા માટે એકઠા થયા હતા. જો કે, આ સ્થળે પાસ વિના આવવાની પરવાનગી નથી. આ અભ્યાસ મંગળવારે બપોરે 2 વાગ્યા સુધી ચાલનાર છે. અભ્યાસ સત્રને કારણે 20 ઓક્ટોબરથી જ એક્સપ્રેસ વે બંધ કરવામાં આવ્યો હતો, કોઇ પણ ગાડીને આ એક્સપ્રેસ વે પર આવવા-જવાની પરવાનગી નહોતી.

English summary
Fighter planes touch down on Agra Express in Uttar Pradesh. Many fighter jets touch down the express way.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.