Budget 2022: સવારે 11 વાગે બજેટ રજૂ કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ - સૂત્ર

કેન્દ્રીય બજેટ, 2022, 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે રજૂ થવાની સંભાવના છે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એક વાર ફરીથી 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2022નુ બજેટ સંસદમાં રજૂ કરવાના છે. આ વર્ષના બજેટથી માત્ર સામાન્ય જનતાને જ નહિ પરંતુ ઉદ્યોગ જગતને પણ ઘણી આશાઓ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય બજેટ, 2022, 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે રજૂ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે બજેટ સત્રના પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યસભાની બેઠકો અલગ-અલગ સમયે થશે પરંતુ બજેટ એક જ સમયે રજૂ કરવામાં આવી શકે છે.

nirmala sitharaman

ઉલ્લેખનીય છે કે સંસદના સત્રની શરુઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન બાદ જ થશે. રાષ્ટ્રપતિ બજેટના એક દિવસ પહેલા એટલે કે 3 1જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. વળી, આગલા દિવસે સવારે 11 વાગે લોકસભા અને રાજ્યસભામાં એક સાથે બજેટ રજૂ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના સંકટને જોતા બંને ગૃહોમાં અલગ-અલગ શિફ્ટમાં બેઠકો થશે. લોકસભાની બેઠક સવારે 11 વાગે અને રાજ્યસભાની બેઠક 2 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાથી શરુ થશે. જો કે, આ બજેટ સત્રના પહેલા તબક્કાનો સમય છે. હાલમાં બીજા તબક્કાને લઈને કોઈ માહિતી સામે આવી નથી.

સરકાર ટેક્સપેયર્સને આપી શકે છે આ ભેટ

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે. આશા રાખવામાં આવી રહી છે કે સરકાર તરફથી ટેક્સ છૂટની લિમિટમાં કોઈ ફેરફાર કરવામાં આવે કે જે વર્ષોથી થયો નથી. તમને જણાવી દઈએ કે વર્તમાનમાં ઈનકમ ટેક્સમાં છૂટની લિમિટ 2.5 લાખ રૂપિયા છે જેને ઘણા વર્ષોથી વધારવામાં આવી નથી. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે સરકાર ટેક્સ છૂટની લિમિટને 2.5થી વધારીને 3 લાખ કરી શકે છે. વર્તમાનમાં ઈનકમ ટેક્સ હેઠળ લોકોને 1.5 લાખ સુધીનુ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. કલમ 80સી હેઠળ લોકોને આવકમાં 1.5 લાખ સુધીની છૂટ મળે છે જે હેઠલ લોકો પોતાનો ટેક્સ બચાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X