વિત્ત મંત્રાલયની સિક્રેટ માહિતી લીક કરનાર કર્મચારીની ધરપકડ, વિદેશોમાં વેચતો હતો
દિલ્હી ક્રાઈમ બ્રાંચને કેટલાક પુરાવા મળ્યા હતા. આ પુરાવા મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચે રેડ કરીને આ પુરા નેટવર્કનો પર્દાફાસ કર્યો છે. હાલ આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપી પાસેથી એક ફોન જપ્ત કર્યો છે.
નવી દિલ્હી : ભારતના વિત્ત મંત્રાલયની સિક્રેટ માહિતીને વિદેશોમાં વેચનાર એક કર્મચારીની ધરપકડ કરાઈ છે. મળી રહેલી વિગતો અનુસાર, મંત્રાલયમાંથી ઘણી માહિતીને વિદેશ મોકલાઈ છે. દિલ્હી પોલીસે આ માહિતી લીક કરનારાની ધરપકડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર પકડાયેલો કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી હતો અને વિત્ત મંત્રાલયમાં ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. હાલ પોલીસ આ કર્મચારીની પુછપરછ કરી રહી છે.

મળી રહેલી વિગતો અનુસાર, આ મુદ્દે દિલ્હી ક્રાઈમ બ્રાંચને કેટલાક પુરાવા મળ્યા હતા. આ પુરાવા મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચે રેડ કરીને આ પુરા નેટવર્કનો પર્દાફાસ કર્યો છે. હાલ આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપી પાસેથી એક ફોન જપ્ત કર્યો છે. આ ફોનનો ઉપયોગ માહિતી લીક કરવા માટે કરાઈ રહ્યો હતો. પોલીસે આ મુદ્દે ગોપનીયતા અધિનિયમ અંતર્ગત કેસ નોંધ્યો છે.
હવે દિલ્હી પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધી કઈ માહિતી લીક કરી છે. આ સિવાય સિક્રેટ માહિતી ખરીદનાર લોકો કોણ હતા? સૂત્રોના અનુસાર, મંત્રાલયમાં તૈનાત અન્ય કર્મચારીઓની પણ તપાસ કરાઈ રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, બજેટ પહેલા કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બજેટ સાથે જોડાયેલી માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે. આ સ્થિતિમાં આરોપીઓ દ્વારા કઈ માહિતીની ચોરી કરવામાં આવી છે તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
