કારગીલ યુદ્ધ મુદ્દે વાંધાજનક ટિપ્પણી બદલ આઝમ ખાન સામે FIR

Google Oneindia Gujarati News

ગાઝિયાબાદ, 12 એપ્રિલ : સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનની સામે ગાઝિયાબાદ પોલીસના મસૂરી પોલીસ મથકમાં કારગીલ યુદ્ધ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી છે.

શુક્રવાર 11 એપ્રિલે ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે નફરત ફેલાવનારું ભાષણ આપવાને કારણે સપા નેતા આઝમ ખાન અને ભાજપના નેતા અમિત શાહની વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી શરૂ કરવામાં આવે. આઝમ ખાન અને અમિત શાહ સામે કડક પગલાં લેતા ચૂંટણી પંચે બંને નેતાઓ પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

azam-khan

શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આઝમ ખાને ચૂંટણી પંચને અપીલ કરી હતી કે તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. બીજી તરફ અમિત શાહે જણાવ્યું હતું કે તેઓ આજે ચૂંટણી પંચને પોતાનો જવાબ આપશે. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પંચ સમક્ષ માંગણી કરશે કે પંચ પોતાના આદેશની સમીક્ષા કરે.

English summary
Samajwadi Party leader Azam Khan for his controversial remarks on Kargil war, Ghaziabad police today booked the UP Minister on charge of promoting enmity on ground of religion and other offences but he remained defiant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X