For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ કેર્સ ફંડ માટે કરેલા ટ્વિટ બદલ સોનિયા ગાંધી સામે કર્ણાટકમાં FIR

કોરોના સંકટમાં પીએમ કેર્સ ફંડ માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટમાં પીએમ કેર્સ ફંડ માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોંગ્રેસ તરફથી 11 મેના રોજ કરવામાં આવેલ આ ટ્વિટ માટે કર્ણાટકના શિવમોગામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એફઆઈઆરમાં સોશિયલ મીડિયા અકાઉન્ટના સંચાલક સોનિયા ગાંધીને જ ગણવામાં આવ્યા છે.

પીએમ કેર્સ ફંડની પારદર્શિતા વિશે સવાલ ઉઠાવ્યા હતા

પીએમ કેર્સ ફંડની પારદર્શિતા વિશે સવાલ ઉઠાવ્યા હતા

મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી સામે કેસ ફાઈલ કરાવનારની ઓળખ કેવી પ્રવીણ કુમારના નામે થઈ છે. પ્રવીણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને વ્યવસાયે વકીલ છે. પ્રવીણે પીએમ કેર્સ ફંડ વિશે કોંગ્રેસના ટ્વિટ બાદ સોનિયા ગાંધી સામે કેસ નોંધાવ્યો છે. 11 મે, 2020ના રોજ કોંગ્રેસ તરફથી ઘણા ટ્વિટ કરવામાં આવ્યા જેમાં પાર્ટીએ પીએમ કેર્સ ફંડની પારદર્શિતા વિશે સવાલ ઉઠાવ્યા હતા.

સોનિયા ગાંધી ટ્વિટમાં શું લખ્યુ હતુ

કોંગ્રેસે પોતાના એક ટ્વિટમાં લખ્યુ, 'શું પીએમ કેર્સ ફંડમાં ફાળો આપનાર દેશવાસીઓને અધિકાર નથી કે તે એ જાણ કે ફંડના પૈસા ક્યાં અને કોના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ભાજપની દરેક યોજનાની જેમ પીએમ કેર્સ ફંડમાં પણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે.'

FIR નોંધાવનારે શું કહ્યુ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પર કેસ નોંધાવનાર પ્રવીણ કેવીએ કહ્યુ, સોનિયા ગાંધી કોરોના સંકટમાં સરકાર સામે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે પીએમ કેર્સ ફંડને છેતરપિંડી ગણાવી છે. તેમણે પોતાના ટ્વિટર પર કહ્યુ કે આનો ઉપયોગ જનતા માટે નથી કરવામાં આવી રહ્યો પરતુ આનો ઉપયોગ વિદેશ યાત્રાઓ પર કરવામાં આવી રહ્યો છે. આ બધુ સરકારને બદનામ કરવાનુ ષડયંત્ર છે માટે તે તેમની સામે ફરિયાદ નોંધાવી છે.

લૉકડાઉનમાં પોતાના ઘરમાં જ શનિ જયંતિએ રાશિ અનુસાર શનિ દેવને કરો પ્રસન્નલૉકડાઉનમાં પોતાના ઘરમાં જ શનિ જયંતિએ રાશિ અનુસાર શનિ દેવને કરો પ્રસન્ન

English summary
FIR registered against Congress President Sonia Gandhi In Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X