For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે દિલ્લીની હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે લઈ લીધા 17ના જીવ

દિલ્લીની અર્પિત પેલેસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની અર્પિત પેલેસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નીપજ્યા છે. સવારે ચાર વાગે ગાઢ નિંદ્રામાં સૂઈ રહેલા લોકોને આગે બચવાનો એક મોકો પણ ન આપ્યો. જેવી આગે હોટલના ચોથા માળને પોતાની ચપેટમાં લીધુ કે લોકોના હોશકોશ ઉડી ગયા. કોઈ વિજળીના તારના સહારે તો કોઈ તકિયાના સહારે છલાંગ લગાવી રહ્યુ હતુ જેથી તે આ અગ્નિકાંડથી પોતાને બચાવી શકે. આ દૂર્ઘટનાએ લોકોને બચવાનો મોકો પણ ન આપ્યો. હોટલની આખી બિલ્ડિંગ કાચથી પેક હતી. ધૂમાડો અંદર અંદર હોટલમાં ભરાતો ગયો અને લોકોના શ્વાસ અટકતા ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ અગ્નિકાંડમાં અમુક બળેલા શબ પણ મળી આવ્યા છે. આ હોટલના 35 રૂમો કોઈ લગ્ન પાર્ટી માટે બુક કરાવવામાં આવ્યા હતા.

દોષિઓ સામે થશે સખત કાર્યવાહી

દોષિઓ સામે થશે સખત કાર્યવાહી

ઘટના બાદ દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે જિલ્લા મેજિસ્ટ્રેટે આ અગ્નિકાંડની તપાસના આદેશ આપ્યા છે. મંત્રી જૈને કહ્યુ કે આ ઘટનામાં જે પણ દોષિત સાબિત થશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે આ ઘટનામાં 17 લોકો માર્યા ગયા છે અને બે અન્ય ઘાયલ છે. મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. આ દૂર્ઘટનાની સમગ્ર તપાસ કરવામાં આવશે જે પણ લોકો દોષી જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તકિયાના સહારે ચોથા માળેથી છલાંગ

તકિયાના સહારે ચોથા માળેથી છલાંગ

ઘટનાના સમયે હોટલની બહાર હાજર લોકોની માનીએ તો આગ લાગવા દરમિયાન કુલ ચાર-પાંચ લોકોએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. આમાં બે જણ તકિયાના સહારે કૂદ્યા હતા પરંતુ પોતાને બચાવી શક્યા નહોતા અને બંનેના મોત થઈ ગયા હતા. વળી, મૃતકોમાં મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા કે જે દિલ્લી આવ્યા હતા. આમાં અમુક લોકો મ્યાનમાર અને કોચ્ચિથી પણ આવ્યા હતા. રૉયટર ડેપ્યુટી ફાયર ચીફ વીરેન્દ્ર સિંહના હવાલાથી જણાવ્યુ કે આ અગ્નિકાંડમાં ઓછામાં ઓછા 35 લોકોને બચાવવામાં આવ્યા છે.

કેવી રીતે લાગી આગ?

કેવી રીતે લાગી આગ?

તમને જણાવી દઈએ કે આ હોટલમાં બેઝમેન્ટ ઉપરાંત ચાર માળ છે. આગ લાગવાનું કારણ હાલ તો શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યુ છે. હોટલનું રસોડુ સૌથી ઉપર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સૌથી પહેલા આગ પહેલા માળે લાગી અને ધીમે ધીમે ઉપરના ફ્લોરને પોતાની ચપેટમાં લીધુ. કરોલબાગના ગુરુદ્વારા રોડ પર સ્થિત આ હોટલ અર્પિત પેલેસમાં કુલ 65 રૂમ છે. જાણકારી મુજબ ઘટનાના સમયે આ હોટલમાં લગભગ 120 લોકો રોકાયેલા હતા. જ્યારે 30 સ્ટાફ હતા. જો કે હોટલ માલિકના સામે બેજવાબદારીનો કેસ નોંધી લેવામાં આવ્યો છે અને પોલિસ તેમની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ગઠબંધન માટે ફોન તો મળ્યો આ જવાબઆ પણ વાંચોઃ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ગઠબંધન માટે ફોન તો મળ્યો આ જવાબ

English summary
fire in Arpit Palace hotel in Delhi Karol Bagh, at least 17 people died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X