For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર લાગી આગ, એકનું મોત

ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર શુક્રવારે સાંજે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર શુક્રવારે સાંજે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આગ જહાજના બીજા અને ત્રીજા ડેક પર લાગી હતી. આ વૉરશિપનું નિર્માણકાર્ય હાલમાં સાઉથ મુંબઈના મંઝગાંવ ડૉકયાર્ડમાં ચાલી રહ્યુ છે. જે વ્યક્તિનું મોત નીપજ્યુ છે તેની ઓળખ મજૂર તરીકે થઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે તેનુ મોત કદાચ શ્વાસ રૂંધાવાના કારણે થયુ છે.

INS Visakhapatnam

અપાયા તપાસના આદેશ

આગ લાગવાની ઘટના શુક્રવારની સાંજે પાંચ વાગીને 44 મિનિટે થઈ છે. ઈન્ડિયન નેવીએ આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ અને ક્વિક રિસ્પોન્સ વેહીકલને ઘટના સ્થળ માટે રવાના કરવામાં આવ્યા. આગ કેમ લાગી તેની જાણ ઈન્ક્વાયરી પૂરી થયા બાદ જ થઈ શકશે. ફાયર બ્રિગેડના પ્રમુખ પીએસ રહાનગ્દલેએ જણાવ્યુ, 'નિર્માણાધીન યુદ્ધપોત વિશાખાપટ્ટનમ પર સાંજે 5:44 મિનિટે આગ લાગી. જોતજોતામાં આગ જહાજના બીજા ડેક સુધી પહોંચી કગઈ. આનો ધૂમાડો આખા જહાજ પર ફેલાઈ ગયો.' આની પહેલા 28 એપ્રિલે ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિક્રમાદિત્ય પર પણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં આગને બુઝાવવામાં લેફ્ટનન્ટ કમાંડર ડીએસ ચૌહાણ શહીદ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ સલમાન ખાને શેર કર્યો લેટેસ્ટ વીડિયો, પુલમાં મારી દીધી ઉલટી ગુલાટીઆ પણ વાંચોઃ સલમાન ખાને શેર કર્યો લેટેસ્ટ વીડિયો, પુલમાં મારી દીધી ઉલટી ગુલાટી

English summary
Fire breaks out on under construction INS Visakhapatnam at Mumbai's Mazagon dockyard, one person is dead. Indian Navy has ordered the inquiry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X