For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INS વિક્રમાદિત્ય પર લાગી આગ, ઈન્ડિયન નેવીનો એક ઑફિસર શહીદ

INS વિક્રમાદિત્ય પર લાગી આગ, ઈન્ડિયન નેવીનો એક ઑફિસર શહીદ

|
Google Oneindia Gujarati News

કારવારઃ કર્ણાટકના કારવારથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અહીં પર એક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય પર આગ લાગવાના કારણે લેફ્ટિનેન્ટ કમાન્ડર રેંકના એક ઑફિસર શહીદ થયા છે. આ ઘટના શુક્રવારે એવા સમયે સામે આવી જ્યારે આઈએનએસ વિક્રમાદિત્ય બંદરગાહ પર દાખલ થઈ રહી હતી. થોડી મિનિટો બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો અને વૉરશિપને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

ins vikramaditya

વર્ષ 2014માં બન્યા નેવીનો ભાગ

આ ઘટનામાં લેફ્ટિનેન્ટ કમાન્ડર દેવેશ ચૌહાણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘટના કેમ બની તેની તપાસ માટે બોર્ડ ઑફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. નેવી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લેફ્ટિનેન્ટ કમાન્ડર ચૌહાણે બહાદુરીથી ફાયરફાઈટર્સને લીડ કર્યા. તેમના કારણે જ આગ પર કબૂ મેળવી શકાયો. ધૂમાડાના કારણે તેઓ બેભાન થઈ ગયા. તેમને નેવીના હોસ્પિટલ આઈએનએચએસ પતંજલિ લઈ જવામાં આવ્યા અને તેમને બચાવવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તેઓએ શ્વાસ છોડી દીધો હતો. આઈએનએસ વિક્રમાદિત્યને આઈએનએસ ગોર્શકોવના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતથી પહેલા રશિયાએ 1987માં તેને બાકૂના નામથી કમીશન્ડ કર્યા હતા. 2.35 બિલિયન ડોલર્સની ડીલ સાથે ભારતે આ એરક્રાફ્ટને રશિયા પાસેથી ખરીદ્યું છે. આઈએનએસ વિક્રમાદિત્યને ભારતે 20 જાન્યુઆરી 2004માં ખરીદ્યું હતું. આ શિપે જુલાઈ 2013માં પોતાની તમામ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી હતી. 16 નવેમ્બર 2013ના રોજ સેવેરોડવિંસ્ક, રશિયામાં થયેલ એક સમારોહમાં આ ઔપચારિક રીતે ઈન્ડિયન નેવીનો ભાગ બની ગઈ. વર્ષ 2014માં આ સત્તાવાર રીતે ઈન્ડિયન નેવીનો ભાગ બની હતી. તેનું બેઝ કર્ણાટકનો કારવાર જિલ્લો છે.

આ પણ વાંચો- છત્તીસગઢના મુખ્યમંત્રીએ અક્ષય કુમાર પર સાધ્યું નિશાન- કહ્યું તે ભારતીય પણ નથી

English summary
Fire on board INS Vikramaditya and one Indian Navy officer lost his life in Karwar, Karnataka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X