Bathinda Military Station : ભટિંડા મિલિટ્રી સ્ટેશનમાં ગોળીબાર, 4 લોકોના મોત
Bathinda Military Station પંજાબના ભટિંડામાં મોટી ઘટના સામે આવી છે. ભટિંડા મિલિટ્રી સ્ટેશનમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, ફાયરિંગની ઘટના બુધવારની સવારે 4.30 કલાકે બની હતી. આ ફાયરિંગનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાને કોણે અંજામ આપ્યો એ પણ જાણી શકાયું નથી. ઘટનાની ગંભીરતાને સમજી ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

સમગ્ર વિસ્તાર સીલ કરાયો
અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોળીબાર સવારે 4.35 કલાકે થયો હતો. આ વિસ્તારમાં ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
બીજી તરફ એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, પંજાબ પોલીસને અંદર જવા દેવામાં આવી નથી. પોલીસ અધિકારીઓએ સૈન્ય અધિકારીઓનો સંપર્ક કરીને માહિતી માંગી છે. સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સાદા કપડામાં હતો હુમલાખોર
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોર સાદા કપડામાં હતો. તે QRT દ્વારા ઘેરાયેલો છે. એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, તાજેતરમાં જ ત્યાંના ગાર્ડ રૂમમાંથી એક રાઈફલ ગુમ થઈ ગઈ હતી. તેને પણ આ ઘટના સાથે જોડવામાં આવી રહી છે.
ADGએ શું કહ્યું
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પંજાબના એડીજીએ પણ સ્પષ્ટતા કરી કે, આ કોઈ આતંકવાદી હુમલો નથી. આ ઘટના સવારે 4.35 કલાકેની આસપાસ બની હતી. ઘટના બાદથી હુમલાખોરની શોધ ચાલી રહી છે. હાલ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
