For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદ ભારતમાં પહેલી વાર ચૂંટણી જીતવાનો અર્થ છે ચૂંટણી હારવીઃ રાહુલ ગાંધી

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મલ્લપુરમમાં એક સભાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મલ્લપુરમમાં એક સભાને સંબોધિત કરી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર એક પછી એક ચૂંટેલી સરકારને પાડે છે. તેમણે કહ્યુ કે આઝાદ ભારતમાં પહેલી વાર ચૂંટણી જીતવાનો અર્થ ચૂંટણી હારવાનો છે અને ચૂંટણી હારવાનો અર્થ ચૂંટણી જીતવાનો છે. વાસ્તવમાં પુડુચેરીમાં કાલે કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનની સરકાર પડી ભાંગી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત રાજ્ય પુડુચેરીમાં કાલે ફ્લોર ટેસ્ટ બાદ કોંગ્રેસની સરકાર પડી ભાંગી હતી.

rahul gandhi

વિધાનસભામાં મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવી દીધો હતો. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો અને સહયોગી ડીએમકેના એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ નારાયણસામી સરકાર લઘુમતમાં આવી ગઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યુ ક પહેલી વાર દિલ્લીમાં એક સરકાર(કેન્દ્ર સરકાર) છે જે પોતાની ઈચ્છા અને તાકાત ન્યાયપાલિકા પર થોપી રહી છે. સરકાર ન્યાયપાલિકાને તે નહિ કરવા દઈ રહી જે તેણે કરવુ જોઈએ. અને આવુ માત્ર ન્યાયપાલિકા સાથે નથી. તે અમને લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા નથી કરવા દેતા.

વળી, પી વિજયન સરકાર પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ કહ્યુ કે બફર ઝોન પર કેરળ સરકારના વલણથી વાયનાડ અને વાઈલ્ડલાઈફ સેન્ચુરીની આસપાસના લોકોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. તેમણે કહ્યુ કે સરકારનુ આ પગલુ આ મહેનતુ લોકોને અનિશ્ચિતતા અને પીડા તેમજ ધૂંધળા ભવિષ્ય તરફ ધકેલી રહ્યુ છે. સુરક્ષાત્મક પગલા લેવાની તાત્કાલિક જરૂર છે. આ પહેલા સોમવારે ટ્રેક્ટર રેલીમાં રાહુલે કહ્યુ હતુ કે કૃષિ એક માત્ર વ્યવસાય છે જેનો સંબંધ ભારત માતા સાથે છે. તેમણે લોકોને આહવાન કર્યુ કે તે કૃષિ કાયદાનો પાછા લેવા માટે સરકારને મજબૂર કરે. કેરળમાં સત્તાધીશ ડાબેરી અને કોંગ્રેસની આગેવાનીવાળા વિપક્ષ બંને કૃષિ કાયદાની ટીકા કરી રહ્યા છે.

'ભલે ભૂખ્યા મરી જાય લોકો પરંતુ MPમાં લાગુ કરો દારૂબંધી''ભલે ભૂખ્યા મરી જાય લોકો પરંતુ MPમાં લાગુ કરો દારૂબંધી'

English summary
First time in independent India winning elections means losing elections: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X