For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રાઃ બાલટાલ માર્ગ પર ભારે ભૂસ્ખલન, 5 ના મોત

જમ્મુ કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં મંગળવારે અમરનાથ યાત્રાના બાલટાલ માર્ગ પર એક ભૂસ્ખલનમાં પાંચ શ્રધ્ધાળુઓના મોત નીપજ્યા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં મંગળવારે અમરનાથ યાત્રાના બાલટાલ માર્ગ પર એક ભૂસ્ખલનમાં પાંચ શ્રધ્ધાળુઓના મોત નીપજ્યા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એસડીઆરએફ અને પોલિસની ટીમોનું રેસક્યુ ઓપરેશન ચાલુ છે. પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે આ ભૂસ્ખલન બાલટાલ માર્ગ પર રેલપત્રી અને બ્રારિમર્ગ વચ્ચે થયો. પોલિસ અધિકારી મુજબ મૃતકોમાં એક પુરુષ અને ચાર મહિલાએ છે.

amarnath yatra

ત્રણ ઘાયલોમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. વળી, દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રધ્ધાળુઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સાત દિવસ પહેલા શરૂ થયેલી આ પવિત્ર યાત્રામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત નીપજ્યા છે. જમ્મુ કાશ્મીરમા અમરનાથ યાત્રાના આધાર શિબિર બાલટાલના કાર પાર્કિંગ સ્થળ પર મંગળવારે અચાનક પૂર આવી ગયુ પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા ત્રણ શ્રધ્ધાળુઓના અલગ અલગ કારણોથી મોત થયાના સમાચાર આવ્યા હતા. પોલિસના એક અધિકારીએ જણાવ્યુ કે આંધ્રપ્રદેશમાં ફિવાલાયમની રહેવાસી થોટા રાધનમ નામના એક 75 વર્ષીય વૃધ્ધ મહિલાનું આજે સવારે બાલટાલ આધાર શિબિરમાં મોત થઈ ગયુ. બાલટાલથી ટ્રેકિંગ કરીને પવિત્ર ગુફામાં આવતી વખતે એક પત્થર સાથે ટકરાઈ જવાના કારણે ઉત્તરાખંડ નિવાસી પુષ્કરને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં તેમનું મોત થઈ ગયુ. આ તીર્થયાત્રા 28 જૂને શરૂ થઈ હતી અને 26 ઓગસ્ટે સમાપ્ત થશે. હવામાન વિભાગે મંગળવારે બાલટાલ અને પહેલગામ માર્ગો પર વાદળો છવાઈ રહેવાનું અનુમાન કર્યુ છે અને સાથે વરસાદની આગાહી કરી છે.

English summary
Five dead and three injured in landslide near Brarimarg on Baltal route to Amarnath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X