જમીનની આગમાં હોમાઇ જિંદગીઃ બિહારમાં પાંચ બહેનોની હત્યા

પોલીસે જણાવ્યા પ્રમાણે માથાભેર શખ્સોએ સોનાથ ગામ નિવાસી શશિ ભૂષણ સિંહના ઘરે રાત્રે હુમલો કરીના પાંચ બહેનોની ગોળી મારીને હત્યા કરી દીધી. તમામની ઉમર આઠથી 16 વર્ષની આસપાસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકોની ઓળખ, સ્વીટી કુમારી, રેશમા, જૂલી, મનીતા અને અનિતા છે. આ ઘટના જે ગામમાં ઘટી ત્યાં તણાવનો માહોલ સર્જાયો છે. જો કે, ગ્રામીણ આ અંગે કંઇ પણ કહેવા તૈયાર નથી.
ગયાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક નિશાંત કુમાર તિવારીએ ગુરુવારે જણાવ્યું કે, મૃતક બહેનોના પરિવાર અને એ જ ગામના રહેવાસી શંભૂ સિંહના પરિવારમાં જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. વારદાત સમયે આ છોકરીઓ માતા-પિતાના ઘરે નહોતી. તેમણે જણાવ્યું કે, આ ઘટનાની ફરિયાદ સંબંધિત પોલીસ મથકે નોંધાવાઇ છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મૃતદેહોને ગયા સ્થિત મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
