Natural Calamities in 2020: દુનિયામાં આવી આ 10 મોટી કુદરતી આફતો, ક્યાંક બરફ તો ક્યાંક આગ
નવી દિલ્લીઃ ભારત સહિત આખી દુનિયા માટે વર્ષ 2020 સૌથી ખરાબ વર્ષોમાંનુ એક રહ્યુ છે. આ વર્ષે લોકોની જિંદગીને સંપૂર્ણપણે બદલી દીધી છે. આ દરમિયાન દુનિયાભરમાં ઘણા પ્રકારની કુદરતી આફતો પણ જોવા મળી. ક્યાંક જંગલોમાં આગ લાગી તો ક્યાંક તીડે આતંક ફેલાવ્યો. આગ લાગવાથી જંગલોનો મોટો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો. વળી, તીડે પાકને સંપૂર્ણપણે બરબાદ કરી દીધો. આ દરમિયાન ઘણા સ્થળોએ પૂર અને ચક્રવાતી તોફાન આવ્યા.
આ પ્રકારની ઘટનાઓથી મોટી સંખ્યામાં લોકો અને જીવજંતુઓના જીવ ગયા. સાથે જ લોકોએ ઘણુ નુકશાન પણ ભોગવવુ પડ્યુ. અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં ભૂકંપના કારણે મોટી મોટી ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ. એવામાં દરેક જણ હવે બસ વર્ષ 2021ના સારા થવાની પ્રાર્થના કરી રહ્યુ છે. જેમાં પહેલા જેવી સામાન્ય જિંદગી ફરીથી જીવી શકાય. અહીં અમે તમને વર્ષ 2020માં દુનિયાભરમાં આવેલી કુદરતી આફતો(Natural Calamities in 2020) વિશે બતાવવા જઈ રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી આગ(2019-2020)
અધિકૃત રીતે ઑસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગવાના સંકેત 2019ના ઓક્ટોબર મહિનામાં જ મળવા લાગ્યા હતા. આ આગની પાછળનુ કારણ લાંબા સમય સુધી સૂકુ રહેવાની સમસ્યાને ગણાવવામાં આવી. ત્યારબાદ તો આગ સતત ફેલાતી ગઈ અને ધીમે ધીમે એક મોટા વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો. આગ રોકાવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. એવુ પણ બન્યુ કે જ્યારે નવેમ્બર મહિનામાં ક્વીન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ સહિત ઘણા રાજ્યોમાં ઈમરજન્સીની ઘોષણા કરવી પડી. આ બ્લેક સમરના નામથી પણ ઓળખાય છે. આ આગને ઑસ્ટ્રેલિયાની સૌથી મોટી કુદરતી આફતમાંની એક કહેવામાં આવી રહી છે. આગથી અંદાજે 18 મિલિયન હેક્ટર ભૂમિથી લઈને 9000થી વધુ ઈમારતો અને ઘર નષ્ટ થયા છે. સાથે જ 400 લોકોના મોત થયા છે. વળી, મોટી સંખ્યામાં જંગલોમાં રહેતા જીવજંતુઓના પણ જીવ ગયા છે. જો કે અમુક વિસ્તારોમાં આગનો પ્રકોપ હવે ઘટી ગયો છે.

ઈન્ડોનેશિયામાં આવ્યુ પૂર(2020)
ઈન્ડોનેશિયામાં પહેલી જાન્યુઆરીના શરૂઆતના કલાકોમાં, આખી રાત વિનાશ સર્જાયો. જેના કારણે નદીઓના પાણ છલકાયા જે બાદમાં વિનાશકારી પૂરમાં ફેરવાઈ ગયા. જેના કારણે રાજધાની જાકાર્તા અને તેના પડોશી વિસ્તારોને સંપૂર્ણપણે પોતાની ચપેટમાં લઈ લીધા. પૂરના કારણે 4 લાખથી વધુ લોકોને વિસ્થાપિત થવુ પડ્યુ. 66 લોકોના મોત થઈ ગયા. ભૂસ્ખલન થયુ અને ખૂબ જ વિનાશ સર્જાયો.

કોવિડ-19, ચીન સહિત આખી દુનિયામાં ફેલાયો(2019-2020)
2019ના નવેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. એ વખતે આ વાયરસને એટલો ખતરનાક માનવામાં આવ્યો નહોતો જેટલે તે વાસ્તવમાં નીકળ્યો. કોઈએ પણ એ વખતે કલ્પના પણ નહિ કરી હોય કે ચીનથી શરૂ થયેલો આ વાયરસ આખી દુનિયાને જ પોતાની ચપેટમાં લઈ લેશે. ચીનમાં 11 જાન્યુઆરી, 2020માં વાયરસથી પહેલુ મોત નોંધવામાં આવ્યુ. તેના લગભગ બે મહિના બાદ વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ 11 માર્ચે દુનિયાભરમાં વાયરસને મહામારી ઘોષિત કરી દીધી. પછી 2 એપ્રલથી કોરોના વાયરસ આખી દુનિયામાં ઝડપથી ફેલાવા લાગ્યો. જો કે હવે જરૂરી ઉપાયો અપનાવીને લોકો ધીમે ધીે આના પ્રકોપથી બચવામાં સફળ થઈ રહ્યા છે. દુનિયા ન્યૂ નૉર્મલ તરફ આગળ વધી રહી છે. ભારત અને રશિયા જેવા દેશ કોરોના વાયરસની વેક્સીન પર પણ ઝડપથી કામ કરી રહ્યા છે.

ફિલીપીન્સમાં જ્વાળામુખી વિસ્ફોટ(2020)
ફિલીપીન્સમાં 20થી વધુ સક્રિય જ્વાળામુખી છે. જેના કારણે આ દેશ સતત વિનાશથી પ્રભાવિત થવાના જોખમમાં છે. અહીં જાન્યુઆરી 2020ાં બીજો સૌથી સક્રિય જ્વાળામુખી તાલ જ્વાળામુખી ફાટ્યો હતો. 12 જાન્યુઆરીએ પહેલા તો જ્વાળમુખી ભભૂકવા લાગ્યો અને તેના કારણે ઝટકા અનુભવાયા. બાદમાં પછી તેમાં વિસ્ફોટ થઈ ગયો. પછી મોટી માત્રામાં રાખ જ રાખ ફેલાઈ ગઈ. પ્રશાસનને જ્વાળામુખી પાસે રહેતા 8 હજાર લોકો સહિત કુલ 3,00,000 લોકોને બીજા સ્થળે મોકલવા પડ્યા. આ પહેલા આ જ્વાળામુખીમાં 43 વર્ષ પહેલા વિસ્ફોટ થયો હતો. ફિલીપીન્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ વૉલકેનોલૉજી અને સીસ્મોલૉજીના રિપોર્ટના આંકડા અનુસાર 2000થી વધુ જ્વાળામુખીથી પ્રેરિત ભૂકંપ આવ્યા છે. આમાંથી 176ને અનુભવાયા છે. પરિણામ એ છે કે ફિલીપીન્સ હજુ પણ નુકશાનથી ઉભરવાની કોશિશ કરી રહ્યુ છે અને જિંદગીનૈ ટૂકડા સમેટી રહ્યુ છે.

ચીન-ભારત-ઈરાન-ફિલીપીન્સ-રશિયા-તૂર્કી-કેરેબિયાઈ ક્ષેત્રમાં ભૂકંપ(2020)
મહામારી સાથે સાથે આ વર્ષે દુનિયાને બીજી પણ ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો. આમાંથી જ એક છે ભૂકંપ. આ વર્ષે ભારત, ચીન, ઈરાન, ફિલીપીન્સ, રશિયા, તૂર્કી અને કેરેબિયાઈ ક્ષેત્રોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જમાઈકા અને રશિયામાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 સુધી માપવામાં આવી. આ બંને ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયા. હાલમાં જ તૂર્કીમાં પણ એક મોટો ભૂકંપ આવ્યો હતો જેમાં 41 લોકોના મોત થઈ ગયા હતા.

એશિયા-પૂર્વી આફ્રિકા-ભારત-મધ્ય પૂર્વમાં તીડનો આતંક(2020)
રણની તીડ એ પ્રવાસી કીટક હોય છે, જે 35 હજાર લોકો સમાન ભોજન ખાઈ લે છે. તે પાકને નષ્ટ કરી દે છે અને અમુક જ સેકન્ડમાં ખેતરને સંપૂર્ણપણે સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તે ઝડપથી પ્રજનન પણ કરે છે અને તેમાંથી લગભગ 150 મિલિયન કીટકો 1 વર્ગ કિલોમીટર વિસ્તારમાં હાજર રહી શકે છે. જો કે તે માનવને નુકશાન નથી પહોંચાડતા. આ વર્ષે તીડનો હુમલો લગભગ 26 વર્ષોમાં સૌથી ખતરનાક ગણવામાં આવ્યો છે જેની પાછળનુ કારણ જળવાયુમાં અચાનક આવેલ ફેરફાર છે. તાપમાનમાં વધારાથી તેમની પ્રજનન ક્ષમતા વધી છે. સાથે જ સંબંધિત સ્થાન તેમના રહેવા યોગ્ય બની જાય છે. ભારતથી એવા ઘણા વીડિયો સામે આવ્યા જ્યાં તીડ ક્યારેક ખેતરોમાં તો ક્યારેક ઘરોની છત પર જોવા મળ્યા. જેનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભારતના જે રાજ્યોમાં તેનો આતંક દેખાયો તેમાં ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ શામેલ છે.

બાંગ્લાદેશ-ભારતમાં અમ્ફાન ચક્રવાત(2020)
ચક્રવાતી તોફાન અમ્ફાન બાંગ્લાદેશ અને ભારતને પ્રભાવિત કરનાર સૌથી શક્તિશાળી તોફાનોમાંનુ એક છે. તેને સૌથી વધુ ઘાતક ઉષ્ણકટિબંધીય ચક્રવાતોમાંનુ એક માનવામાં આવ્યુ છે. આ શ્રેણી 5 તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. જે વિનાશકારી કહેર બનીને વરસી હતી. આ તોફાનથી ભારે વિનાશ થયો. આનાથી ભારે વિજળી પડવાના કારણે મોટી સંખ્યામાં નુકશાન થયુ. એવુ કહેવાય છે કે ભારત અને બાંગ્લાદેશમાં અમ્ફાનના કારણે 85થી વધુ લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડના જંગલોમાં આગ(2020)
મે મહિનામાં દેશના ઉત્તરાખંડ રાજ્યના જંગલોમાં આગ લાગી ગઈ હતી. એક નાના વિસ્તારથી ફેલાવી શરૂ થયેલી આ આગ ધીમે ધીમે વધતી ગઈ. જેણે 51 હેક્ટર વન ભૂમિને પોતાની ચપેટમાં લઈ લીધી. આના પરિણામ સ્વરૂપ વન વિભાગને 1 લાખથી વધુનુ નુકશાન થયુ છે. આમાં 2 લોકોનો મોત થઈ ગયા અને ઘણા અન્ય ઘાયલ થયા છે.

અસમમાં આવ્યુ પૂર(2021)
ભારતમાં આવતો વરસાદ જ્યાં અમુક રાજ્યો માટે વરદાન સાબિત થયો છે ત્યાં અમુક રાજ્યો માટે અભિશાપ બની જાય છે. અહીંના અસમ રાજ્યમાં ઘણા વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે પૂર આવ્યુ. આના કારણે 5 જિલ્લા, 128 ગામ પ્રભાવિત થયા. આ પૂરના કારણે 100થી વધુ લોકોના મોત થઈ ગયા અને 57.7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા.

એન્ટાર્કટિકામાં પડ્યો લીલો બરફ(2020)
જ્યારે પણ આપણે એન્ટાર્કટિકાની કલ્પના કરીએ ત્યારે ચારે તરફ સફેદ બરફ, ગ્લેશિયર, સીલ્સ અને પેંગ્વિન દેખાવા લાગે છે. જો કે આ વર્ષે એન્ટાર્કટિકાના ઘણા ભાગો જળવાયુ પરિવર્તનના કારણે લીલા રંગના દેખાયા. આના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેમાં લીલા રંગનો બરફ દેખાઈ રહ્યો છે.
Flashback 2020: લૉકડાઉનથી લઈ ખેડૂત આંદોલન સુધીની ઘટનાઓ