For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લિપકાર્ટે કહ્યું અમે પોતાને એરટેલ ઝીરોથી અલગ કરી રહ્યા છીએ

|
Google Oneindia Gujarati News

નેટ ન્યૂટ્રોલિટીને લઇને ચાલી રહેલ વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ઓનલાઇન ઇ-કામર્સ સાઇટ ફ્લિપકાર્ટે, એરટેલના ઝીરો પ્લાનથી પોતાને દૂર કરી લીધું છે.

airtel

કંપનીના અધિકારીએ જાણકારી આપી કે ફ્લિપકાર્ટ નેટ ન્યૂટ્રેલિટીમાં વિશ્વાસ રાખે છે. અને આ જ કારણે તે ડિઝિટલ દુનિયામાં પોતાની ઓળખ બનાવી શક્યો છે.એરટેલ ઝીરોને લઇને આ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને જે આગળ પણ ચર્ચાનું કારણ રહી શકે છે માટે અમે પોતાને એરટેલ ઝીરોથી અલગ કરી રહ્યા છે.

એરટેલ ઝીરો શું છે?

એરટેલ ઝીરો એક મફત ઇન્ટનેટ સેવા છે. જેમાં ગ્રાહકો ફ્રી એપ્લીકેશનનો ઉપયોગ કરી શકે છે અને તે માટે તેમને કોઇ ડેટા ચાર્જ નહીં લાગે. પણ આ વિવાદનું મુખ્ય કારણ આ સેવા અંતર્ગત આવેલા કેટલાક એપ છે. વાત એમ છે કે એરટેલ ઝીરો ખાલી તે એપ્સ બતાવશે જે તેની જોડે રજિસ્ટ્રર હશે અને કંપની તેમની આ માટે કિંમત ચૂકવા પણ તૈયાર હશે. જો કે આનાથી નાની કંપનીઓને નુક્શાન થશે.

શું છે નેટ ન્યૂટ્રેલિટી?

નેટ ન્યૂટ્રૈલિટીને લઇને સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે. ભારતમાં ઓનલાઇન આ મામલે મોટો વિવાદ છેડાયો છે. એઆઇબી આ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે એક વિડિયો પણ જાહેર કર્યો છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X