For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદથી કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ, અલુવાનુ શિવ મંદિર પાણીમાં ડૂબ્યુ

હવે કર્ણાટકમાં પણ ભારે વરસાદના કારણે પૂરનુ જોખમ મંડરાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં પણ ભારે વરસાદના કારણે પૂરનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે કર્ણાટકના તટીય વિસ્તારોમાં 7થી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આગલા ત્રણ દિવસ સુધી ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડમાં મૂસળધાર વરસાદ થઈ શકે છે. વળી, ભારે વરસાદ બાદ કર્ણાટકના કોડગુ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે માટે કર્ણાટકના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે.

રાજમાલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના

રાજમાલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના

વળી, ભારે વરસાદના કારણે કેરળમાં હાલ બેહાલ થઈ ગયા છે. અહીના ઈડુક્કી જિલ્લાના રાજમાલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ અે પોલિસની ટીમો ઘટના સ્થળ માટે રવાના થઈ ચૂકી છે. એટલુ જ નહિ કેરળમાં થઈ રહેલા ભારે વરસાદ બાદ અલુવાનુ શિવ મંદિર પાણીમાં ડૂબેલુ જોવા મળ્યુ છે.

અલુવાનુ શિવ મંદિર ડૂબ્યુ પાણીમાં

અલુવાનુ શિવ મંદિર ડૂબ્યુ પાણીમાં

રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતને જોતા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ઈમરજન્સી રાહત માટે તત્કાલ 50 કરોડ રૂપિયા જારી કરવાનો આદેશ આપ્યો છે. પૂરનો સૌથી મોટો ખતરો રાજ્યના તટીય વિસ્તારોમાં મંડરાઈ રહ્યો છે. કેરળના અમુક વિસ્તારો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવતા ત્રણ દિવસ સુધી વરસાદ થવાનુ પૂર્વાનુમાન લગાવ્યુ છે અને કહ્યુ છે કે આ આખુ સપ્તાહ મધ્ય અને ઉત્તરી કેરળમાં વરસાદનો દોર યથાવત રહેશે.

પેટ્રોલિંગ માટે ટીમની રચના

પેટ્રોલિંગ માટે ટીમની રચના

આઈએમડીના જણાવ્યા મુજબ કર્ણાટકમાં થઈ રહેલા વરસાદની અસર આસપાસના રાજ્યોમાં પણ થશે માટે તેણે તમિલનાડુ, કેરળ અને માહે(પુડુચેરી)માં આવતા ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનને નિર્દેશ જારી કર્યા છે કે બંધ પર નિરંતર પેટ્રોલિંગ કરવામાં આવે અને એક ટીમની રચના કરવામાં આવી છે.

રિયા ચક્રવર્તીએ ઈડીને કરી અપીલ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા સુધી ન નોંંધો નિવેદનરિયા ચક્રવર્તીએ ઈડીને કરી અપીલ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા સુધી ન નોંંધો નિવેદન

English summary
Flood situation looms large in Karnataka, Red Alert, Shiva Temple in Aluva submerged.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X