Fodder Scam : લાલુ પ્રસાદને CBI કોર્ટ ગુરૂવારે સજા જાહેર કરશે
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌંભાડ મામલે કોર્ટ ગુરૂવારે સજા સંભળાવશે. તેમને 3 જાન્યુઆરી બુધવારના સજા જાહેર કરવાની હતી, જે ગુરૂવારે થશે. આ અંગે વધુ વાંચો અહી.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌંભાડ મામલે કોર્ટ ગુરૂવારે સજા સંભળાવશે. નોંધનીય છે કે, કોર્ટ દ્વાર તેમને 3 જાન્યુઆરીના રોજ સજા જાહેર કરવામાં આવવાની હતી, પરંતુ કોઇક કારણોસર હવે તેમને ગુરૂવારના રોજ સજા સંભળાવવામાં આવશે. બુધવારના રોજ લાલુ પ્રસાદ યાદવ સીબીઆઇ કોર્ટ જવા માટે જેલથી નીકળ્યા ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં જેલની બહાર હતા. તેઓ જ્ચારે કોર્ટ પહોંચ્યા ત્યારે તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય ત્યા હાજર ન હતું. તેમને હવે આવતી કાલે એટલે કે ગુરૂવારના રોજ સીબીઆઇની કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ કોર્ટે લાલુ પ્રસાદને 23 ડિસેમ્બરના રોજ ઘાસચારા ગોટાળામાં દોષી જાહેર કર્યા હતા. તેમને કલમ 420, 120, અને 13(2)અંતર્ગત દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે લાલુ પ્રસાદ યાદવને ઓછામાં ઓછી સજા થાય એ માટે વકીલ દ્વારા અરજી કરવામાં આવશે. તો બીજી બાજુ સીબીઆઈના વકીલ દ્વારા ભ્રષ્ટાચારના ગુનાને ધ્યાનમાં રાખીને લાલુ પ્રસાદ યાદવને વધુમાં વધુ સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
