ચારા કૌભાંડ: લાલુ યાદવને આજે મળશે સજા!

રાંચી, 3 ઓક્ટોબર: ચારા કૌભાંડમાં દોષી ઠરેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરડેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને આજે કોર્ટ સજા ફટકારશે. રાંચીની સીબીઆઇ કોર્ટે સોમવારે તેમને ચારા કૌભાંડમાં દોષી ઠરાવ્યા હતા. આ કેસમાં લાલુ સહિત કુલ 45 લોકોને દોષી ઠરાવવામાં આવ્યા હતા, જેમાંથી સાતને એ જ દિવસે સજા ફટકારી દેવામાં આવી હતી, જ્યારે બાકીના લોકોને આજે સજા સંભળાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલુને સજા વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા સંભળાવવામાં આવશે. લાલુ દોષી ઠર્યા બાદથી જ રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે. લાલુને આજે જો બે વર્ષથી વધારે સજા થાય છે તો તેમની સાંસદ સદસ્યતા રદ થઇ જશે. કંઇક આવું જેડીયૂના સાંસદ જગદીશ શર્મા સાથે પણ થશે.

lalu prasad yadav
એવું એટલા માટે થયું, કારણ કે સુપ્રીમ કોર્ટે સજા પામેલા સાંસદો અને વિધાયકોને મળનાર છૂટના કાયદાને રદ કરી દીધો છે, જોકે કેબિનેટે પહેલા આને બદલવા માટે એક વટહુકમ પાસ કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલાવ્યો હતો. પરંતુ રાહુલ ગાંધીના વિરોધ બાદ ગઇકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જોકે કલંકિત નેતાઓ પર વટહુકમને લાલુ અને અન્ય નેતાઓને બચાવવા માટે લાવવાની વાત પર આરજેડીને દુ:ખ પહોંચ્યું છે. આરજેડીના ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે જણાવ્યું કે તેઓ આ વાતથી દુ:ખી છે. આરજેડીના ઉપાધ્યક્ષે એ પણ જણાવ્યું કે આ કોંગ્રેસ અને યુપીએની આંતરીક બાબત છે અને તેમને આનાથી કોઇ લેવાદેવા નથી. જ્યારે રઘુવંશ પ્રસાદનું પણ કહેવું છે કે પાર્ટી યુપીએ સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત લેવાનું નથી વિતારી રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X