For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ પ્રસાદ યાદવે રાંચીની સીબીઆઈ કોર્ટમાં સરેન્ડર કર્યું

ચારા ઘોટાળા મામલે દોષી જાહેર કરવામાં આવેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટે જોરદાર ઝાટકો આપતા તેમની પ્રોવિઝનલ જામીન અરજી રદ કરી દેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચારા ઘોટાળા મામલે દોષી જાહેર કરવામાં આવેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટે જોરદાર ઝાટકો આપતા તેમની પ્રોવિઝનલ જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે કોર્ટ ઘ્વારા તેમને 30 ઓગસ્ટ સુધી સરેન્ડર કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. આજે લાલુ પ્રસાદ યાદવે રાંચીની સીબીઆઈ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ત્યાં જ કોર્ટ જતા પહેલા ઝારખંડ વિકાસ મોરચો પ્રમુખ બાબુલાલ મારંડી ઘ્વારા તેમની મુલાકાત કરી અને તેમની તબિયત પૂછી હતી.

fodder scam

કોર્ટ પહોંચેલા લાલુ યાદવે જણાવ્યું કે તેમને ક્યાં રાખવામાં આવશે તેના વિશે કોઈ પરેશાન નથી. તેનો નિર્ણય જજ કરશે કે તેમને ક્યાં રાખવામાં આવે. તેમને જણાવ્યું કે તેઓ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે. તેમને જ્યાં પણ લઇ જવામાં આવશે ત્યાં તેઓ જશે. આ પહેલા લાલુ પ્રસાદ યાદવનો ઉપચાર મુંબઈની એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલી રહ્યો હતો, જ્યાં થોડા દિવસ પહેલા તેમને ડિસ્ચાર્જ કર્યા હતા.

કોર્ટમાં સરેન્ડર કર્યા પછી સુનાવણી થયી અને તેમના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા લાલુ પ્રસાદ યાદવને જેલ લઇ જવામાં આવશે, ત્યાંથી તેમને રિમ્સ હોસ્પિટલ લઇ જવામાં આવશે. લાલુ પ્રસાદ યાદવનો મેડિકલ ટેસ્ટ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવશે.

આ પહેલા લાલુ પ્રસાદ યાદવ તરફથી વધુ ત્રણ મહિના માટે પ્રોવિઝનલ જામીન સમયગાળો વધારવા માટે રાંચી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે તેમની અરજી રદ કરી નાખી અને તેમને 30 ઓગસ્ટ સુધી સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો. આપને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવ ચારા ઘોટાળામાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ ઉપચાર કરાવવા માટે પેરોલ પર બહાર હતા.

English summary
fodder scam: Lalu Prasad Yadav reaches CBI Court to surrender himself
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X