For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં સામેલ થતા જ બોલ્યા શત્રુઘ્ન સિન્હા- ભાજપમાં વન મેન આર્મી ટૂ મેન શો ચાલી રહ્યો છે

ભાજપમાં વન મેન આર્મી ટૂ મેન શો ચાલી રહ્યો છે: શત્રુઘ્ન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપ છોડી ચૂકેલા અભિનેતા સહ રાજનેતા શત્રુઘ્ન સિન્હા આજે ઔપચારિક રૂપે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં સિન્હાએ કોંગ્રેસની સાથે નવી રાજનૈતિક ઈનિંગનું એલાન કર્યું. આ અવસર પર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ બિહારના કોંગ્રેસ પ્રભારી શક્તિ સિંહ ગોહિલ અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા હાજર રહ્યા. જો કે આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર નહોતા રહ્યા. અગાઉ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થવાનું ઔપચારિક એલાન કરશે.

ભાજપની આજે 39મી વર્ષગાંઠ છે અને આજે જ હું પાર્ટી છોડી રહ્યો છું

ભાજપની આજે 39મી વર્ષગાંઠ છે અને આજે જ હું પાર્ટી છોડી રહ્યો છું

કોંગ્રેસમાં સામેલ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા સિન્હાએ કહ્યું કે ભારી મનથી મારી જૂની પાર્ટી છોડી રહ્યો છું, જેના કારણો બધાને ખબર જ છે. ભાજપની આજે 39મી વર્ષગાંઠ છે, હું તેમને શુભેચ્છા પાઠવું છું. 6 એપ્રિલ જે ભાજપનો સ્થાપના દિવસ છે, આજના જ દિવસે હું પાર્ટી છોડી રહ્યો છું. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી જવા મહાન નેતાના મને આશિર્વાદ મળ્યા છે. સિન્હાએ કહ્યું કે, અમે ભારતીય જનતા પાર્ટીમાં ધીરે-ધીરે લોકતંત્રને તાનાશાહીમાં પરિવર્તન કરતા જોયું છે. મારો વાંક એટલો જ હતો કે હું સચ્ચાઈ અને સિદ્ધાંતો પર ટકી રહ્યો.

આજે બધાં કામ PMOમાંથી થઈ રહ્યાં છે

આજે બધાં કામ PMOમાંથી થઈ રહ્યાં છે

ભાજપ પર પ્રહાર કરતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે મારી તસવીર સાફ રહી છે, ક્યારેય કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. જેની સજા મને મળી, એવા-એવા લોકોને મંત્રી બનાવવામાં આવ્યા જેમનાં નામ બાળકોને યાદ પણ નથી રહેતા. ભાજપમાં વન મે આર્મી ટૂ મેન શો ચાલી રહ્યો છે. આજે બધાં કામ પીએમઓથી જ થઈ રહ્યાં છે. સરકારના બધા મંત્રી ડરેલા છે. અમારી પાર્ટીમાં કહેવામાં આવતું હતું કે સંવાદ થતો રહેવો જોઈએ, પરંતુ ક્યારેય સંવાદ કરવામાં ન આવ્યો. મેં અને યશવંત સિન્હાએ સંવાદ કરવાની કોશિશ કરી, પરંતુ અમને કાંઈ બતાવવાનો મોકો આપવામાં ન આવ્યો. અડવાણીજી સાથે શું થયું, તેમણે બ્લોગ લખવો પડ્યો, આજે મુરલી મનોહર જોશી કયાં છે?

નોટબંધી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે

નોટબંધી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે

સિન્હાએ કહ્યું કે મારી ભૂલ રહી કે હું બધું જ સહન કરતો રહ્યો. જે પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું તે મને લોકોની સેવા કરવાનો મોકો આપશે. નોટબંધીથી લોકોએ ભારે પરેશાની ભોગવવી પડી, કેટલાય લોકો માર્યા ગયા. જાહેરાતમાં હજારો કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા. પ્રચાર માટે મોદીજીના માતાજી પણ લાઈનમાં લાગ્યાં હતાં, આના પર કોણ વિશ્વાસ કરસે, માત્ર ઢકોસલેબાજી કરવામાં આવી. નોટબંધીને લઈ ભાજપ પર પ્રહાર કરતા શત્રુઘ્ન સિન્હા બોલ્યા કે રાહુલ ગાંધીની આ વાત લગભગ સાચી છે કે નોટબંધી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. દેશના લોકો નોટબંધીના સદમાથી બહાર પણ નહોતા આવ્યા કે જીએસટી લાગૂ કરી દીધી. લાલૂજીનો પણ હું આભારી છું, તેમણે કોંગ્રેસમાં જવાની સહમતિ દર્શાવી હતી.

કાર્યક્રમમાં ન પહોંચ્યા રાહુલ ગાંધી

કાર્યક્રમમાં ન પહોંચ્યા રાહુલ ગાંધી

અગાઉ શત્રુઘ્ન સિન્હાની પાર્ટીમાં સામેલ થવાના નિર્ણયનું સ્વાગત કરતાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસ પરિવારમાં સામેલ થઈ ગયા છે. અમે દિલથી તેમનું સ્વાગત કરીએ છીએ. કોઈ જ્યારે જૂઠ બોલે છે ત્યારે શત્રુઘ્નજી કહે છે ખામોશ! બિહારમાં અલગથી જ તેમને ચાહતા લોકોનો વર્ગ છે. તેમનાથી સામેલ થવાથી આપણને બિહારમાં મજબૂતી મળશે. જણાવી દઈએ કે પાછલા 28 માર્ચે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીમાં સામેલ થવાને લઈ તેમણે વાતચીત કરી હતી. બિહારના પટના સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે નવરાત્રિમાં શુભ મુહૂર્ત હોય છે, માટે તેઓ સારા કામની શરૂઆત નવરાત્રિ એટલે કે 6 એપ્રિલથી કરશે. શત્રુઘ્નની ભાજપની નારાજગી ક્યારેય છૂપી ન શકી પરંતુ તેઓ પાર્ટીમાં બન્યા રહ્યા હતા.

સુષ્માનો રાહુલને જવાબ, ‘જો આતંકવાદ નથી તો પોતાની SPG સુરક્ષા હટાવી દો' સુષ્માનો રાહુલને જવાબ, ‘જો આતંકવાદ નથી તો પોતાની SPG સુરક્ષા હટાવી દો'

English summary
former BJP MP Shatrughan Sinha joins Congress in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X