For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ સીએમ બીસી ખંડૂરીનો દીકરો કોંગ્રેસમાં સામેલ થશે

ભાજપને મોટો ફટકો, બીસી ખંડૂરીનો દીકરો કોંગ્રેસમાં સામેલ થશે

|
Google Oneindia Gujarati News

દેહરાદૂનઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખનું એલાન થતા જ ઉત્તરાખંડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અહેવાલ છે કે પૂર્વ સીએમ અને મેજર જનરલ બીસી ખંડૂરીનો દીકરો મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ અહેવાલથી પૌડી સીટ પર ઉમેદવારની પસંદગીમાં ગૂંચવણ પેદા થઈ છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સુરેન્દ્ર સિંહ નેગીએ લોકસભા ચૂંટણી લડવા માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

ભાજપે 'ખંડૂરી હૈ જરૂરી'નો નારો આપ્યો હતો

ભાજપે 'ખંડૂરી હૈ જરૂરી'નો નારો આપ્યો હતો

2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખંડૂરી હૈ જરૂરીનો નારો આપ્યો હતો. તેમના નામ પર ભાજપ આખા દેશમાં સારી સીટ જીતીને લાવી છે. એક સીટથી ભાજપ સરકાર બનાવવામાં ચૂકી ગઈ હતી. જેનું સૌથી મોટું કારણ હતું, જનરલ ખંડૂરીની હાર. તેમને એ ચૂંટણીમાં અન્ય કોઈએ નહિ, બલકે સુરેન્દ્ સિંહ નેગીએ હરાવ્યા હતા. પરંતુ સુરેન્દ્ર સિંહ નેગીએ મનીષ ખંડૂરીનો નામ સામે આવતા જ એલાન કર્યું કે તેઓ લોકસભા ચૂંટણી નહિ લડે. પોતાનું આખું ધ્યાન ચૂંટણી પ્રચાર કરી રહેલ પા્ટી ઉમેદવારોને જીતવવા પર લગાવશે. તેમણે દાવો પણ કર્યો કે કોંગ્રેસ પાંચેય સીટ પર જીત હાંસલ કરશે.

16 માર્ચે કોંગ્રેસમાં જોડાઈ શકે

16 માર્ચે કોંગ્રેસમાં જોડાઈ શકે

2019ની ચૂંટણીનું એલન થઈ જતાં જ રાજનૈતિક દળો પોતપોતાની ચાલ ચલવામાં લાગી ગયા છે. કોઈ વજીર પર નજર બનાવીને બેઠા છે, તો કોઈ વજીરના સિપાહિઓને પોતાના કબ્જામાં લેવા માંગે છે. જ્યાં સુધી ઉત્તરાખંડની વાત છે. શરૂઆતમાં કોંગ્રેસે ભાજપને એક મોટો ફટકો પૂર્વ સીએમના દીકરા મનીષ ખંડૂરીને કોંગ્રેસમાં સામેલ કરાવીને આપ્યો છે. જો કે આ વાતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે 16 માર્ચે રાહુલ ગાંધીના નક્કી કાર્યક્રમમાં જ મયંકને સત્તાવાર રૂપે જોઈન કરાવવામાં આવશે.

પાંચેય સીટ પર પૌડી સૌથી હૉટ

પાંચેય સીટ પર પૌડી સૌથી હૉટ

ભાજપના આંતરિક સર્વેમાં પૌડી લોકસભા સીટ 'A' પ્લસ શ્રેણીમાં રાખવામાં આવી છે, પરંતુ ટિકિટની દાવેદારીને લઈ આ સીટ સૌથી હૉટ બની ગઈ છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, આના પર નવા-નવા દાવેદારોનો ખુલાસો થઈ રહ્યો છે. ખુદને ફિટ જણાવી સાંસદ ખંડૂરીએ તેમના ખાબ સ્વાસ્થ્યની અટકળો પર વિરામ આપી દીધો છે તો હવે તેમના દીકરા કોંગ્રેસમાં જવાના હોવાની ચર્ચાએ રાજકારણ ગરમાવ્યું છે.

રાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'રાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'

English summary
Former CM BC Khanduri's son Manish Khanduri can join the Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X