For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર OBC અનામતના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસને પોલિસે લીધા કસ્ટડીમાં

ઓબીસી અનામતના સમર્થનમાં ભાજપ કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને એલઓપી દેવેન્દ્ર ફડણવીસને પોલિસે કસ્ટડીમાં લીધા.

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં ઓબીસી અનામત રદ કરવાના વિરોધમાં ભાજપે શનિવારે ચક્કાજામ આંદોલન કર્યુ. આ વિરોધ પ્રદર્શનનુ એલાન શુક્રવારે મુંબઈમાં યોજાયેલી ભાજપ કાર્યકારિણીની બેઠકમાં કરવામાં આવ્યુ હતુ. વળી, આજે મહારાષ્ટ્રના મુંબઈના મુલુંડ વિસ્તારમાં ઓબીસી અનામતના સમર્થનમાં ભાજપ કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને એલઓપી દેવેન્દ્ર ફડણવીસને પોલિસે કસ્ટડીમાં લીધા. આ ઉપરાંત ઓબીસી અનામતના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને પોલિસે કસ્ટડીમાં લીધા.

devendra fadnavis

આ આંદોલનમાં સેંકડોની સંખ્યામાં ભાજપના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ આક્રમણના અંદાજોમાં જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે શુક્રવારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુ કે જો પ્રસ્તાવિત પાંચ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી આગળ માટે સ્થગિત કરવામાં ન આવી તો ભાજપ દરેક સીટ પર માત્ર ઓબીસીનો ચહેરો જ ચૂંટણીમાં ઉતારશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 2021 માર્ચમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ઓબીસી માટે અનામત પર ધ્યાન આપવાનો આદેશ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્રમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં અનામત કુલ સીટોના 50 ટકાથી વધુ ન હોઈ શકે.

વળી, મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકાર સુપ્રીમ કોર્ટમાં અનામત માટે મજબૂત તર્ક આપી શકી નહિ જેના કારણે ઓબીસી માટે રાજકીય અનામતને રદ કરવામાં આવ્યુ. ભાજપ નેતા અને પૂર્વ સીએમ ફડણવીસે રાજ્ય સરકારને એક પછાત વર્ગ પંચની રચના કરવાની માંગ કરી અને ઓબીસી અનામત માટે ડેટા જમા કરાવાની સલાહ આપી છે. ફડણવીસે ઉદ્ધવ સરકારને એ પણ પ્રપોઝલ આપી કે તે આના માટે મદદ માટે તૈયાર છે. પૂર્વ સીએમે કહ્યુ કે આ સરકારની ઓબીસીને અનામત આપવાની કોઈ ઈચ્છા નથી.

English summary
Former CM Devendra Fadnavis detained by police, he was protesting in support of Maharashtra OBC reservation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X