પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત વધુ બગડીઃ એમ્સના સૂત્ર
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીની હાલત શુક્રવારે વધુ બગડી ગઈ છે,
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીની હાલત શુક્રવારે વધુ બગડી ગઈ છે, આ માહિતી એમ્સના સૂત્રો તરફથી આપવામાં આવી છે. શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ એમ્સ જઈને અરુણ જેટલીની સ્થિતિ જાણી હતી. આ પહેલા પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપરાંત ઘણા નેતા એમ્સ પહોંચ્યા હતા અને તેમણે જેટલીની તબિયત વિશે માહિતી લીધી હતી.

જેટલીને શ્વાસ લેવામાં મુશ્કેલી અને બેચેનીની ફરિયાદ બાદ 9 ઓગસ્ટના રોજ એમ્સ લાવવામાં આવ્યા હતા. એમ્સે 10 ઓગસ્ટ બાદથી જેટલીના આરોગ્ય પર કોઈ બુલેટિન જારી કર્યુ નથી. ત્યારબાદ સમાચાર આવ્યા કે જેટલીના કથળતા આરોગ્યને જોતા ડૉક્ટરોએ તેમને વેંટિલેટરથી હટાવીને ઈસીએમઓ (ECMO) એટલે કે એક્સ્ટ્રાકૉર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈસીએમઓ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈસીએમઓ સપોર્ટ પર દર્દીને ત્યારે રાખવામાં આવે છે જ્યારે તેમનું હ્રદય અને ફેફસા બરાબર કામ નથી કરતા.
અરુણ જેટલીનું ગયા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. તે સમયે રેલવે મંત્રી પિયુષ ગોયલને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પિયુષ ગોયલે જ ત્યારે બજેટ રજૂ કર્યુ રહતુ. જેટલીની તબિયત લગભગ દોઢ વર્ષથી ખરાબ છે. ખરાબ આરોગ્યના કારણે જ તેમણે પીએમ મોદીને પત્ર લઈને કેબિનેટમાં શામેલ ન કરવાની અપીલ કરી હતી.
અરુણ જેટલીના હાલ જાણવા માટે માત્ર સત્તા પક્ષના નેતા જ નહિ પરંતુ વિપક્ષી દળના તમામ નેતા પણ એમ્સ પહોંચ્યા હતા. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ્સ જઈને જેટલીના ખબર પૂછ્યા હતા. જ્યારે બિહારના સીએમ નીતિશ કુમાર પણ જેટલીના ખબર પૂછવા એમ્સ પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ એમ્સ પહોંચીને ખબર પૂછ્યા હતા.












Click it and Unblock the Notifications
