For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

shara Yadav Passes Away: પૂર્વ JDU અધ્યક્ષ શરદ યાદવનું 75 ની ઉમરમાં નિધન, દિકરી શુભાષિનીએ આપી માહિતી

શરદ યાદવનું હોસ્પિટલમા નિધન થયા બાદ મોડી રાત્રે તેમના નિવાસ સ્થાને લાવવામા આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનુ ગુરુવારે નિધન થઇ ગયુ છે. તેમની દિકરી શુભાષિની યાદવે આ દખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે 75 વર્ષની ઉમરમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તે થોડા દિવસોથી બિમાર હતા. શુભાષીની યાદવે ટ્વીટ કરીન લખ્યુ છે પાપા નથી રહ્યા તેમનું નિધન ગુરુવારે ફોર્સિસ હોસ્પિટલમાં થયુ છે. તેમના પરિવારમાં પત્ની અને એક દિકરી અને દીકરો છે.

SHARAD YADAV

ફોર્ટસ હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, શરદ યાદવને ગંભીર અને અચેતન અવસ્થામાં ઇમરજેન્સી વોર્ડમાં લાવામાં આવ્યા હતા. શરુઆત તપાસમાં તે કોઇ પ્રતિક્રિયા નહોતા કરી રહ્યાઇલાજ દરમિયાન તેણે રાતના 10:19 વાગ્યે દમ તોડી દિધો હતો. ફઓર્ટિસ હોસ્પિટલમાં શોકમાં ડૂપેલા પરિવાર માટે દુખ વ્યક્ત કર્યુ છે.

યુપી, એમપી અને બિહારમાં મળી હતી. ઓળખ

જણાવી દઇએ કે બિહાર પોલિટિક્સમાં અલગ ઓળખ બનાવનાર શરદ યાદવનો જન્મ 1 જુલાઇ 1947 ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના બદાઇ ગાવમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી લઇને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. શરદ યાદવે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોાતની અળગ ઓળખ બનાવી છે.

જેડીયુથી અલગ થયા બાદ તેમણે અલગ પાર્ટી લોકતાંત્રિક જનતા દળ બનાવી હતી. પ્રદર્શન સારુ નહી રહેવા પર તેમણે માર્ચ 2022 માં રાષ્ટ્રીય જનતા દળમાં વિલય કરી લીધી હતી. તેમણે 2019 માં લકસભા ચૂટણી આરજેડીના ટીકીટ પર લડી હતી. તેમની દિકરી શુભાષીની યાદવએ 2020 માં બિહાર વિધાનસભા ચૂંટણી કોગ્રેસની ટિકિટ પર લીડી હતી.

શરદ યાદવના નિધ પર પીએમ મોદી સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે. તેમની ગણતરી દેશના સમાજવાદી નેતાઓ તરીકે થતી હતી. શરદ યાદવને દેશના તમામ નેતાઓથી સારા સબંધ હતા. નીતિશ કુમાર અને લાલુ યાદવના નજીકના હતા.

English summary
Former JDU chief leader Sharad Yadav passes away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X