For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે પૂર્વ સીએમ મનમોહન સિંહનું મોટું નિવેદન

ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકીઓ પર કાર્યવાહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકીઓ પર કાર્યવાહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિવેદન સામે આવ્યું છે. મનમોહન સિંહએ કહ્યું છે કે તેઓ આશા રાખે છે કે બંને દેશોની સરકાર સમજથી કામ લેશે. તેમને કહ્યું છે કે તેઓ આશા રાખે છે કે બંને દેશોનું નેતૃત્વ સમજદારીથી કામ કરશે અને આર્થિક વિકાસના રસ્તે પાછા ફરશે.

આ પણ વાંચો: જાણો, પાકિસ્તાનમાં કેદ વિંગ કમાન્ડર અભિનંદનના પિતાએ દેશને શું અપિલ કરી

આશા રાખું છું કે બંને દેશોનું નેતૃત્વ સમજદારીથી કામ કરશે: મનમોહન સિંહ

આશા રાખું છું કે બંને દેશોનું નેતૃત્વ સમજદારીથી કામ કરશે: મનમોહન સિંહ

પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દિલ્હીના તીન મૂર્તિ ભવનના એક સમારોહમાં હાજર હતા. આ દરમિયાન મનમોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આપણે વધતી ગરીબી અને રોગોથી છુટકારો મેળવવાનો છે. તેનાથી બંને દેશોમાં નાગરિકો હજુ પણ પીડિત છે. આપણે જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકીઓ પર કાર્યવાહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.

પાકિસ્તાનમાં મિરાજે આતંક મચાવ્યો

પાકિસ્તાનમાં મિરાજે આતંક મચાવ્યો

નોંધપાત્ર રીતે પુલવામા હુમલા પછી ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં બાલકોટ પર બૉમ્બમારો કર્યો. હવાઈ હુમલામાં 300 આતંકવાદીઓના મોતની ખબર સામે આવી છે. આ સમગ્ર હુમલામાં એર ફોર્સના 12 મિરાજ (2000) વિમાનોએ પાકિસ્તાનની ભૂમિ પર હુમલો કર્યો હતો અને લેસર માર્ગદર્શિત બોમ્બ ફેંક્યા હતા.

ભારતના મિગ-21 ઘ્વારા પાકિસ્તાનના એફ-16 ને તોડી પાડવામાં આવ્યું

ભારતના મિગ-21 ઘ્વારા પાકિસ્તાનના એફ-16 ને તોડી પાડવામાં આવ્યું

ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 ઘ્વારા તોડી પાડવામાં આવ્યું. પરંતુ આ જવાબી કાર્યવાહીમાં ભારતનું મિગ 21 ક્રેશ થઇ ગયું અને વિમાનનો પાયલોટ પાકિસ્તાનમાં જઈ પહોંચ્યો. પાકિસ્તાને પણ દાવો કર્યો છે કે ભારતનો એક પાયલોટ તેમની પાસે છે. હવે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત પાછો લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ ભારતીય વાયુસેનાના પાયલોટને જલ્દી અને સુરક્ષત પરત કરે.

English summary
former pm manmohan singh reacts on india pakistan rising tension
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X