For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, પાકિસ્તાનમાં કેદ વિંગ કમાન્ડર અભિનંદનના પિતાએ દેશને શું અપિલ કરી

જાણો, પાકમાં કેદ વિંગ કમાન્ડર અભિના પિતાએ દેશને શું અપિલ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન આજે દેશ આખાના હીરો બની ગયા છે. આખો દેશ તેઓ સુરક્ષિત ઘરે પાછા ફરે તેવી પ્રાર્થના કરી રહ્યો છે. અભિનંદન આ સમયે પાકિસ્તાનના કબ્જામાં છે. બુધવારે પાકિસ્તાનના ફાઈટર જેટનો પીછો કરતી વખતે તેમનું જેટ મિગ-21 ક્રેશ થઈ ગયું અને તેઓ પાકિસ્તાનની સીમામાં ઈજેક્ટ થઈ ગયા હતા. પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા છે અને બાદમાં થોડી મિનિટોની અંદર જ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. વિંગ કમાન્ડર અભિનંદનના પિતા પણ એક સૈનિક રહી ચૂક્યા છે. વિંગ કમાંડર અભિનંદન રિટાયર્ડ એર માર્શલ એસ વર્તમાનના દીકરા છે. ફાઈટર પાયલોટ પિતાએ પોતાના ફાઈટર દીકરા માટે એક મેસેજ રિલીઝ કર્યો છે.

એક સૈનિકની જેમ જુસ્સો વધાર્યો

એક સૈનિકની જેમ જુસ્સો વધાર્યો

રિટાય્ડ એર માર્શન વર્તમાન અને તેમના આખા પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. એર માર્શલ વર્તમાનને એ વાતનો પણ ખ્યાલ છે કે દેશ એમના દીકરા માટે પ્રાર્થના કરી રહ્યો છે પરંતુ સાથે જ તેમને ક્યાંકને ક્યાંક દુશ્મનની નિયતનો પણ અંદાજો છે. રિટાયર્ડ એર માર્શલ વર્તમાને પોતાના મેસેજમાં કહ્યું કે, 'મારા મિત્રો તમારી ચિંતા અને તમારી શુભકામનાઓ માટે ધન્યવાદ. હું ઈશ્વારના આશિર્વાદ માટે તમારો આભારી છું. અભિ જીવીત છે અને ઘાયલ નથી. જુઓ તે કેટલી બહાદુરીથી વાત કરી રહ્યો છે બિલકુલ એક સાચા સૈનિકની જેમ અને આપણને બધાને તેના પર ગર્વ છે. મને માલૂમ છે કે તમારા હાથ અને આશિર્વાદ તેના માથા પર છે અને તેમની સુરક્ષિત વાપસીની પ્રાર્થનાઓ પણ અભિની સાથે છે.'

ચિંતા પણ જોવા મળી

ચિંતા પણ જોવા મળી

આ મેસેજમાં તેમણે જો એક સૈનિકની જેમ વાત કરી છે તો બીજી જ ક્ષણે એક પિતાનો ડર પણ જોવા મળ્યો. એક પિતા જે એક સૈનિક હ્યા છે અને કેટલીયવાર પાકિસ્તાન જેવા દુશ્મનનો સામનો કરી ચૂક્યા છે, તેમણે પોતાના આ મેસેજમાં એક ડર પણ વ્યક્ત કરી દીધો. રિટાયર્ડ એર માર્શલે કહ્યું કે, 'હું બસ પ્રાર્થના કરું છું કે અભિને ટોર્ચર ન કરવામાં આવે અને તે શારીરિક અને માનસક રૂપે પૂરી રીતે સ્વસ્થ હાલાતમાં દેશ પરત ફરે. તેના માટે પ્રાર્થના કરવા માટે તમારા બધાનો આભાર. તમારા સપોર્ટમાં અમને ઉર્જા અને હિંમત મળી રહી છે.'

વિંગ કમાન્ડર અભિ સાથે શું થયું

વિંગ કમાન્ડર અભિ સાથે શું થયું

26મી ફેબ્રુઆરીએ ઈન્ડિયન એરફોર્સના હવાઈ હુમલાના અહેવાલ બાદ આખા દેશમાં ખુશી અને ઉત્સાહનો માહોલ હતો, જેને વિંગ કમાન્ડર અભિનંદનના સમાચારે તકલીફમાં બદલી મૂક્યો. બુધવારે વિંગ કમાન્ડર અભિનંદનનું જેટ મિગ-21 બાઈસન ક્રેશ થયું અને પાકિસ્તાનની સીમમાં તેઓને પકડી લેવામાં આવ્યા. જોતજોતામાં વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને દેશમાં એક અજીબ માહોલ બનતો ગયો. આવી જ ઘટના 20 વર્ષ પહેલા 1999માં બની હતી જ્યારે કારગિલના યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન આમને સામને આવ્યું હતું.

એર સ્ટ્રાઇક પર રાજનીતિ, યેદુરપ્પાનું વિવાદિત નિવેદન એર સ્ટ્રાઇક પર રાજનીતિ, યેદુરપ્પાનું વિવાદિત નિવેદન

English summary
Message from Wing Commander Abhinandan's father who himself has been a fauji.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X