For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહ જશે કરતારપુર સાહિબ, પંજાબ CM અમરિંદર સિંહના આમંત્રણનો કર્યો સ્વીકાર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને સર્વદલીય ટીમ સાથે કરતારપુર સાહિબ જવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જેનો તેમણે સ્વીકાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પાકિસ્તાનના કરતારપુર સાહિબ જશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને સર્વદલીય ટીમ સાથે કરતારપુર સાહિબ જવા માટે આમંત્રણ આપ્યુ હતુ. કેપ્ટન અમરિંદર સિંહના આમંત્રણને મનમોહન સિંહે સ્વીકારી લીધુ છે. આવતા મહે મનમોહન સિંહ તમામ દળના નેતાઓ સાથે પાકિસ્તાનના કરતારપુર સાહિબ જશે. તમને જણાવી દઈએ કે આવતા મહિનાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરતારપુર સાહિબમાં ગુરુનાનક સાહેબના દર્શન કરવા માટે જશે.

Manmohan Singh

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક દેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવો મહત્વનુ છે. જો કે અહીં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના વિઝા લેવાની જરૂર નથી પરંતુ તેમની પાસે પાસપોર્ટ હોવો જોઈએ અને સાથે તેમણે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. આની મહત્વની શરત એ છે કે જો કરતારપુર સાહિબના દર્શન કરવા જઈ રહ્યા છો તે એક મહિના પહેલા જ તમારે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કરતારપુર કૉરિડોરના કામની સમીક્ષા માટે બેઠક કરી જેમાં એ તથ્ય સામે આવ્યુ છે કે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવા અનિવાર્ય છે. કરતારપુર કૉરિડોર જતા દરેક વ્યક્તિ પર પાકિસ્તાન તરફથી 20 ડૉલરનુ શુલ્ક લેવામાં આવશે. આ બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ આ દરમિયાન પ્રસ્તાવ મૂક્યો કે પાસપોર્ટની જગ્યાએ કોઈ અન્ય દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડને માન્ય કરવો જોઈએ. આ બેઠકમાં કેન્દ્ર તરફથી પણ ઘણા અધિકારી હાજર હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: રામદાસ આઠવલેએ છોટા રાજનના ભાઈને ટિકિટ આપીઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: રામદાસ આઠવલેએ છોટા રાજનના ભાઈને ટિકિટ આપી

English summary
Former PM Manmohan Singh to visit Kartarpur Sahib accepts Amrinder Singh invite.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X