For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરીને ફસાયા સુબ્રમણ્યમ સ્વામી, 4 કેસ ફાઈલ થયા

વરિષ્ઠ ભાજપ નેતા કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી સામે વાંધાજનક ટિપ્પણી કરવાના કારણે રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે રાજસ્થાનની ચાર અલગ અલગ અદાલતોમાં કેસ નોંધવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

વરિષ્ઠ ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ઘણીવાર પોતાની બેબાક નિવેદનબાજીના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી સામે વાંધાજનક ટિપ્પણી કરવાના કારણે તેમની સામે ચાર અલગ અલગ કેસ ફાઈલ કર્યા છે. સ્વામી સામે રાજસ્થાનની ચાર અલગ અલગ અદાલતોમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા કેસ કોંગ્રેસ નેતાઓ તરફથી જયપુર ટોંક, બુંદી અને બાંરાની સ્થાનિક અદાલતમાં નોંધવામાં આવ્યા છે. ફરિયાદકર્તાઓનું કહેવુ છે કે રાહુલ ગાંધી સામે સ્વામીની ટિપ્પણીથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સ્વામીના આ કૃત્યને માનહાનિ માનવામાં આવે.

Subramanian Swamy

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને વિધિ, માનવાધિકાર તેમજ આરટીઆઈ વિભાગના પ્રમુખ સુશીલ શર્મા તરફથી આ કેસ નોંધવામાં આવ્યા. આ કેસ જયપુરની એસીજેએમ કોર્ટમાં સોમવારે નોંધવામાં આવ્યા છે. પોતાની ફરિયાદમાં શર્માએ એક કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. શર્માએ આરોપ લગાવ્યો છે કે સુબ્રમણ્યમ સ્વામી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની છબીને સતત ખરાબ કરી રહ્યા છે. તે રાજકીય ફાયદા માટે આ બધુ કરી રહ્યા છે. તેમણે 5 જુલાઈના રોજ જાણીજોઈને રાહુલ ગાંધી સામે વાંધાજનક ટિપ્પણી કરી માટે તેમણે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ.

વળી, બુંદીની કોર્ટમાં ચર્મેશ જૈને પણ આ રીતની ફરિયાદ કરી છે. ઝાલાવાડમાં કોંગ્રેસ નેતા રઘુરાજ સિંહે આ બાબતે પોલિસ કમિશ્નરને માહિતી આપી અને તેમણે માંગ કરી છે કે સ્વામી સામે કેસ ફાઈલ કરવામાં આવે. તેમણે કહ્યુ કે જો સ્વામી સામે આગામી 2-3 દિવસમાં કેસ નોંધવામાં નહિ આવે તો તે કોર્ટ જશે.

આ પણ વાંચોઃ બહેન સુનૈના રોશનના મુસ્લિમ પ્રેમી વિશે છેવટે ઋતિકે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુઆ પણ વાંચોઃ બહેન સુનૈના રોશનના મુસ્લિમ પ્રેમી વિશે છેવટે ઋતિકે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ

English summary
Four cases filed against Subramanian Swamy for his remark on Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X