For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના છ મોટા શહેરોમાં ગૃહમંત્રાલયનું હાઇ એલર્ટ

|
Google Oneindia Gujarati News

hyderabad
હૈદરાબાદ, 23 ફેબ્રુઆરીઃ હૈદરાબાદના દિલસુખનગરમાં ગુરુવારે સાંજે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટના 36 કલાક બાદ ગૃહમંત્રાલય દ્વારા હૈદરાબાદમાં ફરીથી આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ હૈદરાબાદ ઉપરાંત બેંગ્લોર, મુંબઇ, ચેન્નાઇ, દિલ્હી અને કોલકતામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જાસૂસી એજન્સીઓએ આ શહેરોમાં આતંકી હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ તપાસ એજન્સીએ હૈદરાબાદ વિસ્ફોટના પુરાવા એકઠા કરવામાં લાગી છે. હૈદરાબાદથી લઇને દિલ્હી અને યૂપી સુધી તપાસ એજન્સી એક્ટિવ છે. બિહાર અને ઝારખંડથી પણ કનેક્શન શોધવામાં આવી રહ્યાં છે. હૈદરાબાદને હચમચાવનારા સુધી પહોંચવા માટે દરેક કડી શોધવામાં આવી રહી છે.

પુણે વિસ્ફોટમાં પકડાયેલા ઇન્ડિયન મુજાહિદ્દિનના આતંકવાદી મકબુલની શુક્રવારે એનઆઇએએ તિહાર જેલમાં પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. મકબુલે તપાસ એજન્સીઓને જણાવ્યું કે ઓક્ટોબર 2012માં રેકી કરયા પછી તેણે દિલસુખ નગર અને બેગમપેટ વિસ્તારના વીડિયો તૈયાર કરીને આઇએમના આતંકવાદી રિયાઝ અને યાસીન ભટકલને આપ્યા હતા. આતંકી બકાસ અને આઝમગઢના લાપતા તબરેઝની શોધખોળ કરવામાં આવી રહી છે.

હૈદરાબાદમાં 21 ફેબ્રુઆરીના રોજ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિ શંકાના પરિઘમાં આવી ગઇ છે. તેની પાછળનું કારણ એ જણાવાઇ રહ્યું છે કે, 2007માં પણ જ્યારે હૈદરાબાદમાં વિસ્ફોટ થયો ત્યારે આ વ્યક્તિ ત્યાં હાજર હતી અને તેને ઇજા પહોંચી હતી. દિલસુખનગર ખાતે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં બચી ગયેલા અબ્દુલ વસિફ મિર્ઝાને સારવાર અર્થે યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે હોસ્પિટલના સ્ટાફ તેને જોઇને ગયા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. તેના પર શંકા ઉપજવા પાછળનું કારણ એ છે કે, આ બન્ને સ્થળે જ્યારે પણ વિસ્ફોટ થયાં ત્યારે તે ત્યાં ઉપસ્થિત હતો, અને તેણે ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે કાલપથનગરથી દિલસુખનગર ખાતે ચા પીવા માટે આવ્યો હતો, જ્યારે કાલપથનગરથી દિલસુખનગર સાત કિમી દૂર આવેલું છે.

English summary
fresh alert in six city by home ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X