આજે પણ છવાયો ફિક્સિંગનો મુદ્દો, વાંચો આજના ટોપ સમચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજે ચર્ચામાં રહેલા સમાચારોની વાત કરીએ તો આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરીને શ્રીસંથ સહિતના ત્રણ ખેલાડીઓ વિરુદ્ધ દેશભરમાં ક્રિકેટ ચાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો ક્યાક તેને રાજકીય રંગ આપવા માટે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાણી સમસ્યા સામે ભાજપ દ્વારા નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા બીએસફ ઇન્વેસ્ટર સેરેમનીમાં પોલીસ અધિકારીઓને સન્માનિત કર્યા હતા. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

પીએમ સાથે ગુફ્તેગુ

પીએમ સાથે ગુફ્તેગુ

નવી દિલ્હી ખાતે ભારતીય શ્રમ સંમેલનના 45માં સત્ર દરમિયાન કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મલ્લિકાર્જુન ખાર્ગેએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે ગુફ્તેગુ કરી હતી.

પોલીસ અધિકારીઓને એવોર્ડ

પોલીસ અધિકારીઓને એવોર્ડ

નવી દિલ્હી ખાતે 11મી બીએસએફ ઇન્વેસ્ટર સેરેમની દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે દ્વારા પોલીસ અધિકારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીએસએફ ઇન્વેસ્ટર સેરેમની

બીએસએફ ઇન્વેસ્ટર સેરેમની

નવી દિલ્હી ખાતે 11મી બીએસએફ ઇન્વેસ્ટર સેરેમની દરમિયાન ઉપસ્થિત રહેલા પૂર્વ પોલીસ અધિકારીઓ.

મટકા પ્રદર્શન

મટકા પ્રદર્શન

નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા માટલા બતાવીને પાણીની કટોકટી સામે આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં તેમને વિખેરવા માટે પાણીના ફુવારા છોડવામાં આવ્યા હતા.

આઇપીએલનો રાજકીય વિરોધ

આઇપીએલનો રાજકીય વિરોધ

નવી દિલ્હી ખાતે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ટેનિસના મેદાન પર મારિયાના ઝલવા

ટેનિસના મેદાન પર મારિયાના ઝલવા

રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા રોમ ખાતેની ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં બોલને ફટકારતી વખતે આ રીતે કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

ગ્રામીણ બાળક સાથે સીએમની મુલાકાત

ગ્રામીણ બાળક સાથે સીએમની મુલાકાત

શિલિગુડી ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક ગ્રામીણ બાળકને મળ્યા હતા અને વ્હાલ કર્યો હતો.

આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગનો જોરદાર વિરોધ

આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગનો જોરદાર વિરોધ

બિહારના પટના ખાતે મહિલા ક્રિકેટર્સ દ્વારા કંઇક આ રીતે સૂત્રોચ્ચાર કરીને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શન

વિરોધ પ્રદર્શન

મોરાદાબાદ ખાતે મહિલા ક્રિકેટર્સ દ્વારા આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરવા બદલ પકડાયેલા ભારતીય ખેલાડીઓ અંકિત ચોહાણ, અજીત ચંડાલિયા અને શ્રીસંથ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

લંડનમાં ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝિલેન્ડની ટેસ્ટ મેચ

લંડનમાં ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝિલેન્ડની ટેસ્ટ મેચ

લંડન ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીને મેચમાં ઇંગ્લેન્ડના ખેલાડી મેટ પ્રાયરની વિકેટ લીધા બાદ ઝૂમી ઉઠેલી ન્યૂઝીલેન્ડની ટીમ.

કપૂર ઇન બર્લિન

કપૂર ઇન બર્લિન

બર્લિન ખાતે ભારતીય આર્ટીસ્ટ અનિષ કપૂર દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્ટને માર્ટિન ગ્રોપિઅસ બુ મ્યૂઝિયમ ખાતે પ્રદર્શિત અર્થે રાખવામાં આવ્યું હતું.

અમેરિકન આઇડલ ફિનાલે

અમેરિકન આઇડલ ફિનાલે

લોસ એન્જલિસ ખાતે અમેરિકન આઇડોલનુ ફિનાલે યોજાયું હતું, જેમાં ક્રી હેરિસન, એન્જી મિલર, વિજેતા કેન્ડિસ ગ્લોવર, લાઝારો આર્બોસ તસવીરમાં જણાય છે.

બુદ્ધના જન્મદિવસની ઉજવણી

બુદ્ધના જન્મદિવસની ઉજવણી

દક્ષિણી કોરિયાના સેઉલ ખાતે બુદ્ધના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમિયાન દક્ષિણ કોરિયન મહિલા બુદ્ધની નાની પ્રતિમાને પાણીથી સ્વચ્છ કરી રહી હતી.

વરસતા વરસાદમાં સંબોધન

વરસતા વરસાદમાં સંબોધન

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તુર્કિશ પ્રધાનમંત્રી રિકેપ તાય્યપ એર્ડોગન સાથે એક સભા સંબોધી હતી. જે દરમિયાન વરસાદ પડતા તેમણે છત્રીનો સહારો લીધો હતો.

બોર્ડ એક્ઝામમાં 99 ટકાની ઉજવણી

બોર્ડ એક્ઝામમાં 99 ટકાની ઉજવણી

દહેરાદૂન ખાતે સીઆઇએસસીઇની બોર્ડ એક્ઝામમાં ધોરણ 12માં 99 ટકા સાથે ટોપર થનારી વિદ્યાર્થિનીએ તેની માતા સાથે ઉજવણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X