Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બળાત્કાર પીડિતાના મિત્રએ સેંથીમાં સિંદૂર પૂરી ધોયું સમાજનું પાપ

love marriage
બાંકા, 25 મે : કહેવાય છે કે જો સાચો પ્રેમ હોય તો કોઇપણ સ્થિતિમાં નિભાવી શકાય છે, કારણ કે આ એવી ભાવના છે જેમાં માત્ર સમર્પણ ભાવ હોય છે. આવું જ કંઇ બન્યું છે બિહારના બાંકા જિલ્લામાં, જ્યાં એક યુવકે સામુહિક બળાત્કારની શિકાર બનેલી પોતાની મિત્રને જીવનસંગીની બનાવી લીધી.

બાંકામાં ચાર દિવસ પહેલા પોતાના પુરુષ મિત્રની સાથે મંદાર પર્વત ફરવા માટે ગયેલી એક વિદ્યાર્થિનીની સાથે ત્યાના ત્રણ ગોપાલકોએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, પરંતુ પીડિતા આ ઘટના બાદ ભાંગી પડી હતી. તેણે ઘટના બાદ જ પોતાની મિત્ર સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.

યુવતીનો મિત્ર એન્જીનીયરીંગ કોલેજનો વિદ્યાર્થી છે. શરૂઆતમાં તો તે આ પ્રસ્તાવને સાંભળીને હૈરાન રહી ગયો, પરંતુ બાદમાં તેણે પોતાના પરિવારની સહમતિ લઇને તેની પર મહોર લગાવી દીધી. તેણે શુક્રવારે બાંકાના પ્રસિદ્ધ ભગવાન મધુસુદન મંદિરમાં પોતાની મિત્રની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા.

ઘટના બાદ પીડિતાના પિતાની પણ હાલત નાજુક થઇ ગઇ હતી, પરંતુ દીકરીના લગ્નએ તેમની ચિંતા ઓછી કરી દીધી છે. વિવાહ સમારંભમાં બંને પક્ષના પરિજનો ઉપસ્થિત હતા. આ અવસરે કટોરિયાના ભારતીય જનતા પાર્ટીના વિધાયક સોનેલાલ હેમ્બ્રમ સહિત બૌંસી પોલીસ સ્ટેશનની નજીક બધા જ પોલીસકર્મીઓ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે મંદિરમાં વિવાહ પહેલા કોર્ટમાં પણ બંનેએ પ્રતિજ્ઞાપત્ર આપીને વિવાહ કર્યા, અને યુવક આ લગ્નથી ખુશ છે.

તેણે જણાવ્યું કે 'આખરે અમારા બંનેના લગ્ન ક્યારેકને ક્યારેક તો થવાના જ હતા. હવે અમે જીવનભર માટે એકબીજાના થઇ ગયા. સાથીથી શરૂ થયેલી યાત્રા જીવનસાથીના રૂપમાં આનાથી મોટી ખુશીની વાત બીજી શું હોઇ શકે.' વિધાયક હેમ્બ્રમે પણ જણાવ્યું કે આવા વિવાહ માનવતા માટે એક નવી દ્રષ્ટિ પૂરી પાડે છે. આવા યુવકો સમાજમાં ખૂબ જ ઓછા હોય છે. આજે આ યુવકે સમાજ સમક્ષ એક આદર્શ પ્રસ્તુસ્ત કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X