દેશભરમાં દૂધ પર કરાયો સર્વે, પરિણામો તમારા હોશ ઉડાવી દેશે
ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) ના વર્તમાન સર્વેક્ષણ કોઈના પણ હોશ ઉડાવવા માટે પૂરતા છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) ના વર્તમાન સર્વેક્ષણ કોઈના પણ હોશ ઉડાવવા માટે પૂરતા છે. એફએસએસએઆઈએ દૂધ પર અત્યાર સુધીનો મોટો સેમ્પલ સર્વે કર્યો છે. જેના પરિણામો જાણીને દરેક જણ હેરાન છે. આના પરિણામો દૂધના સેવન પર જ સવાલ ઉઠાવી રહ્યા છે.

દૂધ પીવાથી આરોગ્ય બગડી રહ્યુ છે
આ સર્વેક્ષણ માટે દેશભરમાથી સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા અને પછી તેમનુ પરીક્ષણ કરવામાં આવ્યુ. આશ્ચર્યની વાત એ છે કે દેશભરમાં દૂધના 41 ટકા નમૂના ગુણવત્તાના માનકો પર ખરા નથી ઉતર્યા. આ ઉપરાંત સેમ્પલથી સાત ટકા તત્વોમાં તો એવામાં સેમ્પલ મળ્યા છે જેનાથી માલુમ પડે છે કે દૂધ પીવાથી આરોગ્ય સુધરતુ નથી પરંતુ બગડી રહ્યુ છે.

41 ટકા સેમ્પલ નિષ્ફળ થયા
દૂધના 41 ટકા સેમ્પલ નિષ્ફળ ગયા છે. એફએસએસએઆઈના સીઈઓ પવન કુમાર અગ્રવાલનુ કહેવુ છે કે 40 ટકાથી વધુ દૂધમાં ગુણવત્તાની સમસ્યા માલુમ પડી છે. સાથે જ જે 7 ટકા દૂધમાં સુરક્ષાની શંકા છે તેમાંથી 5.7 ટકામાં એફ્લેટૉક્સિન એમ 1 મળ્યુ છે. આવુ દેશભરમાં તો નથી પરંતુ અમુક રાજ્યોમાં છે, તેમને સતર્ક કરી દેવામાં આવ્યા છે.

એફ્લેટોક્સિન એમ 1થી શું છે નુકશાન
એફ્લેટોક્સિન એમ 1 સારી કંપનીઓના દૂધમાં પણ જોવામાં આવ્યુ છે. આ ઘાસચારા દ્વારા પશુઓના શરીરમાં પ્રવેશ કરે છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે આનાથી કેન્સર થવાનો ખતરો છે. બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. રવિ મલિકનુ કહેવુ છે કે આ તત્વથી કેન્સર થવાનો ખતરો રહે છે. આ સૌથી વધુ બાળકોને નુકશાન પહોંચાડે છે.

બાળકો પર શું પડે છે પ્રભાવ?
આનાથી બાળકો પર પણ ઘણી ખરાબ અસર પડે છે. આનાથી તેમની લંબાઈ અને લીવર પર પ્રભાવ પડે છે. ગેસની સમસ્યા થઈ શકે છે. નિયમિત રીતે આનુ સેવન કરવાથી કાર્સિનોજેનિક થઈ શકે છે. જેનાથી કેન્સર થાય છે. જો કે સરકારે આના પર નજર રાખી છે પરંતુ તેમછતા આના પરિણામ ચિંતાજનક છે.












Click it and Unblock the Notifications
