60 નહિ માત્ર 1 પૈસો સસ્તુ થયુ પેટ્રોલ-ડિઝલ, ઈન્ડિયન ઓઈલે માની ભૂલ
16 દિવસો સુધી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વૃદ્ધિ બાદ જનતાને થોડી રાહત મળે તેવા સમાચાર આવ્યા હતા જે થોડી વારમાં જ ખોટા સાબિત થયા છે.
દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારાથી સામાન્ય જનતા પરેશાન છે અને ઘણી જગ્યાએ આના માટે વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે. 16 દિવસો સુધી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વૃદ્ધિ બાદ જનતાને થોડી રાહત મળે તેવા સમાચાર આવ્યા હતા જે થોડી વારમાં જ ખોટા સાબિત થયા છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોથી પરેશાન લોકો માટે બુધવારે એક રાહતના સમાચાર આવ્યા હતા.

બુધવારે પેટ્રોલના ભાવોમાં માત્ર એક પૈસાનો ઘટાડો થયો હતો પરંતુ આઈઓસીની વેબસાઈટ પર એક ભૂલને કારણે 60 પૈસા બતાવવામાં આવ્યા હતા. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 78.42 રૂપિયા, મુંબઈમાં 86.23 રૂપિયા, કોલકત્તામાં 81.05 રૂપિયા જ્યારે ચેન્નઈમા 81.42 રૂપિયા પ્રતિ લિટર રહ્યુ. જ્યારે દિલ્હીમાં ડિઝલ 69.30 રૂપિયા પ્રતિ લિટર રહ્યુ તો મુંબઈમાં 73.78 રૂપિયા, કોલકત્તામાં 71.85 રૂપિયા અને ચેન્નઈમાં 73.17 રૂપિયા પ્રતિ લિટર રહ્યુ.
તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 78.43 રૂપિયા અને મુંબઈમાં 86.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ હતુ. વળી, દિલ્હીમાં ડિઝલ 69.31 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈ 73.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ હતુ. રાજધાની સહિત દેશના અન્ય શહેરોમાં પેટ્રોલના વધતા ભાવોને કારણે સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજકીય દળોએ પણ આના માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે અને આની સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે.












Click it and Unblock the Notifications
