મોબાઇલ યૂજર્સ માટે ખુશખબરી, હવે આખા દેશમાં હશે એક જ નંબર
નવી દિલ્હી, દેશભરના મોબાઇલ ફોન ધારકો માટે ખુશખબરી છે. મોબાઇલ યૂજર્સ હવે દેશભરમાં એક નંબર યૂજ કરી શકશે. મોબાઇલ નંબર યૂજર્સ હવે મોબાઇલ
પોર્ટેબિલીટી સેવાનો ઉપયોગ કરી શકશે.
મોબાઇલ ઉપભોક્તા જલદી જ પોતાના ટેલિકોમ ઓપરેટરને બદલી શકે છે અને જે વિસ્તારમાં સેવા પુરી પાડતી કંપની ઉપલબ્ધ ન હોવા છતાં તમે તમારો નંબર જાળવી રાખશો. મોબાઇલ યૂજર્સને હવે દેશભરમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ઓપરેટર બદલવાની સુવિધા છે. ટેલિકોમ વિભાગે પૂર્ણ મોબાઇલ પોર્ટેબિલિટી લાગૂ કરવા માટે 31, 2015 સુધી સમય મર્યાદા નક્કી કરી છે.

પૂર્ણ એમએનપી લાગૂ થયા બાદ મોબાઇલ ફોન યૂજર્સ દેશમાં ગમે ત્યાં સ્થળાંતરિત થયાની સ્થિતિમાં પોતાનો જૂનો નંબર જાળવી રાખી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં લગભગ 13 કરોડ લોકોએ 31 ઓગષ્ટ સુધી એમએનપી સુવિધા માટે અનુરોધ કર્યો છે. ટ્રાઇએ પૂર્ણ એમએનપી પર પોતાની ભલામણમાં પ્રસ્તાવને મંજૂર આપવાની તારીખથી છ મહિનાના સમયમાં ટેલિકોમ કંપનીઓને આપવાની સલાહ આપી છે જેથી તે પોતાના નેટવર્કમાં જરૂરી ફેરફાર કરી શકે.












Click it and Unblock the Notifications
