યુપીમાં મોદીની જીત સાથે જ સોશ્યલ મીડિયા પર કોમેડી શરૂ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં આખરે ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા જે મુજબ ભાજપ ભારે બહુમત સાથે જીતી ગયું છે. અને હવે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનશે. ત્યારે ભાજપની આ જીત બાદ જ સોશ્યિલ મીડિયા પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઇને કેટલાક રમૂજી ટ્વીટ અને પોસ્ટ વાયરલ થઇ રહ્યા છે.

Read also: ભાજપની સુનામી : ઉત્તર પ્રદેશમાં 300 સીટો મળી ભાજપને વિજય

જેમાં લોકો સમાજવાદીની પાર્ટીની સાયકલથી લઇને અખિલેષ અને રાહુલ ગાંધીની ફિરકી લઇ રહ્યા છે. ત્યારે વોટ્સઅપ, ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પર આ અંગે શું કહેવામાં આવી રહ્યું છે તેમ પણ વાંચો અહીં.

અખિલેશ યાદવ અને રાહુલની મજાક

દિલ્હીની રામજશ કોલેજની વિદ્યાર્થીની ગુલમહેરનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો તે પછી તેના જેવી અનેક ટ્વિટ અને વીડિયો આવ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હાર થતા સોશ્યલ મીડિયા દ્વારા કંઇક આ રીતે અખિલેશ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી

તો આ ટ્વીટમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ કંઇક ગુલમહેરની જેમ જ હાથમાં પ્લેન કાર્ડ લઇને ઊભા છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમારી હાર પાછળ વિકાસ જવાબદાર છે.

રાહુલ- અખિલેશ

રાહુલ- અખિલેશ

તો આવી પણ વોટ્સ અપમાં વાયરલ થઇ રહી છે જેમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી પોત પોતાના માતા-પિતાથી માફી માંગી રહ્યા હોય.

નરેન્દ્ર મોદી

તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારે બહુમત મેળવ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીની આવી ડાન્સ કરતી ટ્વિટ પણ વાયરલ થઇ રહી છે.

English summary
Funny post are treading on social media after Congress-SP defeat. See here few of them.
Please Wait while comments are loading...