For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Funny Pics- મોદી સાથે આ લોકોએ પણ લીધી શપથ

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા અને આખા દેશે મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. રાજકારણથી લઇને બૉલીવુડ સુધીના દિગ્ગજો આ શપથ સમારોહનો હિસ્સો બન્યા. જોકે, આ સમારોહને ચાર ચાંદ ત્યારે લાગી જાત જ્યારે કેટલાક નામ જે આ સમારોહની ગેસ્ટ લિસ્ટમાં સામેલ હતા પરંતુ આવી શક્યા નથી. જો તેઓ આવી ગયા હોત તો આ સમારોહ દેશનો અત્યારસુધીનો સૌથી મોટો સમારોહ બની ગયો હોત. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ આ સમારોહમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા અને મોદી સાથે મુલાકાત કરી.

આ ઉપરાંત સલમાન ખાન, સલીમ ખાન, હેમા માલિની, ધર્મેન્દ્ર, શત્રુઘ્ન સિન્હા વિગેરે બૉલીવુડ સિતારાઓ આ સમારોહમાં પહોંચ્યા. મોદીએ પણ તમામને ઘણુ સન્માન આપ્યું અને સમારોહમાં આવનારા લોકોને ધન્યવાદ કહ્યું.

એક તરફ મોદીનો શપથ સમારોહ એટલો ભવ્ય રહ્યો અને બધાએ આ જશ્નને દિલ ખોલીને મનાવ્યો. બીજી તરફ હારેલી પાર્ટીઓના નેતાઓથી લઇને ઘણી જ ફન્ની તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી રહી. આ તસવીરોમાં દર્શાવવામાં આવ્યું છેકે, મોદી સાથે આ નેતાઓએ પણ શપથ લીધી છે. આ શપથ એટલી મજેદાર છે કે તમારા ચહેરા પર હાસ્ય રેલાયા વગર નહીં રહે,તો ચાલો તસવીરો થકી આ શપથ પર નજર ફેરવીએ.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી જે કોંગ્રેસ પાર્ટી જીતી હોત તો વડાપ્રધાન પદ ગ્રહણ કરવાની તૈયારીમાં હતા, તેમણે કંઇક આ રીતે શપથ લીધી છે.

મણિશંકર ઐયર

મણિશંકર ઐયર

મણિશંકર અૈયરે શપથ લીધી છેકે તે ક્યારેય ચા વાળાઓની મજાક નહીં ઉડાવે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

આપ નેતા અરવિંદ કેજરીવાલે શપથ લીધી છેકે તે પોતાના નિવેદનથી યુટર્ન નહીં લે.

જયલલિતા

જયલલિતા

જયલલિતાએ કહ્યું કે, હવે તેમને સમજાઇ ગયું છેકે વિદેશ નીતિ ચેન્નાઇની ગલીઓથી નથી ચાલતી.

માયાવતી

માયાવતી

ઉત્તર પ્રદેશની કાયપલટ કરનારી માયાવતીએ શપથ લીધી છેકે જો તે ભવિષ્યમાં મુખ્યમંત્રી બનશે તો મૂર્તિઓ કરતા વધારે ધ્યાન વિકાસ પર આપશે.

English summary
Narendra Modi took oath as a 15th Prime Minister of India. Some funny oaths of opposition leaders like Mayawati, Rahul Gandhi are being circulated in social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X