Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

G20 Summit : IMFના ડેપ્યુટી ડાયરેક્ટર ગીતા ગોપીનાથે કરી PM સાથે મુલાકાત, મોદી વિશે કહીં આ વાત

G20 Summit: IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના ડેપ્યુટી ડાયરેક્ટર ગીતા ગોપીનાથે 18 G20 શિખર સંમેલનમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં આયોજીત ડિનર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી.

IMFના ડેપ્યુટી ડાયરેક્ટર ગીતા ગોપીનાથે વડાપ્રધાન મોદી સાથેનો એક ફોટો શેર કર્યો અને G20 સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, આટલી સફળ G20 Summitની અધ્યક્ષતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. ભારતનો એક ધરતી, એક પરિવાર એક ભવિષ્ય નો સંદેશ તમામ પ્રતિનિધિઓમાં મજબૂત રીતે ગુંજ્યો છે.

IMF Deputy Director Geeta Gopinath

જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસો એકતા અને પ્રગતિની સામૂહિક ભાવનાનો પુરાવો છે. આ દયાળુ શબ્દો માટે તમારો આભાર. G20 Summitની યજમાની કરવી એ સન્માનની વાત છે. અમારા પ્રયાસો એકતા અને પ્રગતિની સામૂહિક ભાવનાનો પુરાવો છે.

ગોપીનાથે G20 Summit ઈવેન્ટ સ્થળ પર રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે ફોટોગ્રાફ માટે પોઝ પણ આપ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનમાં મળવું ખૂબ જ સન્માનનીય છે, જેમની જીવનકથા ઘણી પ્રેરણાદાયી છે.

શનિવારના રોજ ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત G20 સમિટના પ્રથમ દિવસે મોદીએ યુએસ પ્રમુખ જો બાઇડન અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સહિત 30 થી વધુ દેશો અને સંગઠનોના નેતાઓનું આયોજન કર્યું હતું.

બે દિવસીય G20 સમિટના શરૂઆતના દિવસે દિલ્હી ઘોષણા પર 100 ટકા સર્વસંમતિ, જૂથમાં આફ્રિકન યુનિયનનો ઔપચારિક સમાવેશ, બાયોફ્યુઅલ એલાયન્સ અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપની જાહેરાત સહિત અનેક મહત્વપૂર્ણ વિકાસ જોવા મળ્યો છે.

ઉચ્ચ-સ્તરીય પરિષદના પ્રથમ દિવસની કાર્યવાહી પૂર્ણ થયા પછી, રાષ્ટ્રપતિ મુર્મૂએ લગભગ 400 મહેમાનો સાથે G20 Summit જૂથના રાજ્યોના વડાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.

ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ G20 Summit નું પ્રમુખપદ સંભાળ્યું હતું અને સમગ્ર દેશના 60 શહેરોમાં લગભગ 200 બેઠકો યોજી હતી. નવી દિલ્હીમાં 18મી G20 Summit તમામ G20 પ્રક્રિયાઓ અને મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિક સમાજ વચ્ચે આખા વર્ષ દરમિયાન યોજાયેલી બેઠકોની પરાકાષ્ઠા હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X