G20 Summit in JK: કડક સુરક્ષા વચ્ચે કાશ્મીરમાં આજથી જી20 બેઠક, પાકિસ્તાન-ચીન અકળાયા
G20 Summit in JK: કાશ્મીરમાં જી-20 ટુરિઝમ ગ્રુપની બેઠક આજથી શરૂ થઈ રહી છે. આ બેઠક 22થી 24 મે સુધી ચાલશે. આ બેઠક માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંમેલનમાં ઘણા દેશોના પ્રતિષ્ઠિત નેતાઓ ભાગ લેવાના છે.
બેઠક પહેલા ભારતે કહ્યુ છે કે લોકો અહીં આવશે અને જોશે કે પૃથ્વી પર સ્વર્ગ કેવુ હોય છે. તમને જણાવી દઈએ કે આતંકવાદી ષડયંત્રના એલર્ટ બાદ ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત સેનાના જવાનો પણ આ બેઠકની સુરક્ષામાં લાગેલા છે.

નોંધનીય છે કે કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં આ પ્રકારની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક થઈ રહી છે, તેથી આ બેઠક ખૂબ જ ખાસ બની રહેવાની છે. આ મીટિંગ શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં થશે, જેની સુરક્ષામાં મરીન કમાન્ડોથી લઈને NSG સુધી બધા જ તૈનાત છે. છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે મહેમાનો બારામુલ્લાના ગુલમર્ગ નહીં જાય.
ઉલ્લેખનીય છે કે મહેમાનો પણ આ બેઠક માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ મીટીંગ અંગે વર્કિંગ ગ્રુપના કમિટિ મેમ્બરે જણાવ્યું હતું કે આ મીટીંગ દ્વારા આપણે પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું છે અને મહેમાનોને આપણા દેશની સંસ્કૃતિનો પરિચય કરાવવાનો છે. અમને આનંદ છે કે અમે આ કરવા સક્ષમ છીએ.
ઉલ્લેખનીય છે કે જી-20 સમિટની પ્રથમ બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતમાં યોજાઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં 118 જેટલી બેઠકો થઈ છે. મહેમાનો કહે છે કે દરેક બેઠકમાં અમને રાજ્ય તરફથી પ્રેમ અને હૂંફ મળી છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં યોજાનારી આ સમિટમાં ડિજિટલાઈઝેશન, ગ્રીન ટુરીઝમ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
પાકિસ્તાને કાશ્મીરમાં આયોજિત આ બેઠકનો વિરોધ કર્યો છે અને તે ભારત વિરુદ્ધ દુષ્પ્રચારમાં વ્યસ્ત છે, જેના જવાબમાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કાશ્મીર અમારો હિસ્સો છે અને ભારત ગમે ત્યાં કોઈપણ બેઠક યોજી શકે છે. આ વિશે બોલવાનો અધિકાર કોઈને નથી.
મળતી માહિતી મુજબ ચીને પણ આ સમિટનો બહિષ્કાર કર્યો છે. તેણે કહ્યુ કે તેઓ વિવાદિત સ્થળ પર બેઠક યોજવાનો વિરોધ કરે છે, જેનો તેમને ભારત તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ભારતે કહ્યું કે તેમણે ભારતને એ ન જણાવવું જોઈએ કે બેઠક ક્યાં યોજાવાની છે, અમને ખબર છે કે અમારે શું કરવાનું છે, અમે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ.
#WATCH | J&K | Graffiti depicting the scenic beauty and colours of Srinagar cover the walls of the city. The 3rd G20 Tourism Working Group meeting is being held here on May 22-24. pic.twitter.com/NLIz1Xw0bS
— ANI (@ANI) May 22, 2023
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
