G20 Summit : જો બાઇડને જણાવ્યું નાલંદા વિશ્વવિદ્યાલયનું મહત્વ, જી20 સમિટમાં કહી આ વાત
G20 Summit: જી20 સમિટની બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ દેશોના રાષ્ટ્ર પ્રમુખનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સમિટ દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજીત થઇ રહી છે. જી20 સમિટની બેઠકમાં ભાગ લેવા આવેલા 20 દેશોના મહેમાનોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શનિવારવા રોજ ડિનરનું આયોજન કર્યું હતું.
G20 Summit માં વડાપ્રધાન મોદીએ સૌનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ મહેમાનોને ભારતના સાંસ્કૃતિક મહત્વ અને વારસાનો પરિચય કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને આ યુનિવર્સિટીની વિશેષતાઓ અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળે લોકોનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યાં બિહાર સ્થિત નાલંદા યુનિવર્સિટીની તસવીર જોવા મળી હતી.
વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકને નાલંદા વિશ્વવિદ્યાલય વિશે જાણકારી આપી અને જણાવ્યું હતું કે, તે ભારતની સૌથી જૂની યુનિવર્સિટી છે, જે ઘણી સદીઓથી અસ્તિત્વમાં છે.
નાલંદા વિશ્વવિદ્યાલયની વાત કરીએ તો, તે 5મીથી 12મી સદી સુધી અસ્તિત્વમાં હતી અને તે મહાત્મા બુદ્ધ અને મહાવીરના સમયથી ચાલી રહી છે. આ યુનિવર્સિટી દ્વારા આપણને ભારતના પ્રાચીન વારસાની ઝલક મળે છે અને આ યુનિવર્સિટી એ પણ દર્શાવે છે કે, તે સમયે પણ ભારત કેટલો વિકસિત હતો.
નાલંદા યુનિવર્સિટીની વાત કરીએ તો અહીં સમગ્ર દુનિયામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. જેમાં લગભગ 10 હજાર વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો. કોરિયા, જાપાન, ચીન, ઈન્ડોનેશિયા અને તિબેટના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા. અહીં અંદાજે 2 હજાર શિક્ષકો હતા. આ ગુપ્ત શાસન કુમારગુપ્ત I દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી હતી.












Click it and Unblock the Notifications
