આજે ગડકરી આરોપો મુદ્દે મોહન ભાગવતને મળી શકે : સૂત્ર

nitin-gadkari
નવી દિલ્હી, 19 ઑક્ટોબર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી પર જમીન મુદ્દે અરવિંદ કેજરીવાલે લગાવેલા આરોપોને મુદ્દે ગડકરી આજે મોહન ભાગવતને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે વાતચીત કરવા માટે આરએસએસના આગેવાનો ભૈયાજી જોશી અને સુરેશ સોની પણ ભાજપના નેતાઓને મળવાના છે.

આ અઠવાડિયે અરવિંદ કેજરીવાલે ગડકરી પર આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ખેડૂતોના પેટે લાત મારીને ગડકરીનો બિઝનેસ વૃધ્ધિ પામી રહ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે ખેડૂતોની હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે મેળવીને તેને ઉદ્યોગ માટે આપવામાં આવી હતી.

કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતોની પાણીની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા રામા ડેમનું 95 ટકા પાણી નીતિન ગડકરી પોતાની ફેક્ટરીમાં ઉપયોગમાં લે છે. આ આરોપોમાં ભાજપને રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે કેવું અને કેટલું નુકસાન પહોંચી શકે તે મુદ્દે આજે ભાજપના નેતાઓ અને આરએસએસના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X