For Quick Alerts
For Daily Alerts
કોલ ફાળવણી મુદ્દે કરેલા નિવેદન માટે દિગ્વિજયને નોટિસ પાઠવશે ગડકરી
નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંઘને કાયદાકીય નોટિસ આપવાનો નિર્ણય લીધો છે. દિગ્વિજય સિંઘે તાજેતરમાં છત્તીસગઢમાં કોલસા બ્લોક ફાળવણીના મુદ્દે રાજ્યસભા સાંસદ અજય સંચેતીને લઇને ગડકરી પર નિશાન તાક્યું હતું. ગડકરીની વકીલ પિંકી આનંદે શુક્રવારે સવારે આ નોટિસ દિગ્વિજયના નિવાસ સ્થાને પહોંચાડી હતી.
નોટિસમાં દિગ્વિજય સિંહને ત્રણ દિવસની અંદર બધા જ આરોપો પાછા ખેંચવાની સાથે માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. આમ નહીં કરવામાં આવતા માનહાનિનો કેસ દાખલ કરવા અંગે વિચારવામાં આવશે.
દિગ્વિજય સિંહે ભાજપના સાંસદ અજય સંચેતીને છત્તીસગઢ સરકારની સાથે સંયુક્ત ભાગીદારીમાં મળેલી કોલસાની ખાણ અંગે ગડકરી પર આરોપો લગાવ્યા હતા કે ગડકરી અને સંચેતી બંને વ્યાવસાયિક ભાગીદારો છે. આ કારણે તેમને લાભ મળ્યો છે. આથી ગડકરી આ આરોપોનો જવાબ કાયદેસર રીતે આપવાના છે.