પીએમ મોદીએ મહાત્મા ગાંધી, લાલ બહાદૂર શાસ્ત્રીને રાજઘાટ-વિજય ઘાટ પર આપી પુષ્પાંજલિ
Gandhi Jayanti 2023: આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે, આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા. મહાત્મા ગાંધીને યાદ કરતાં પીએમ મોદીએ લખ્યું, ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને વંદન કરું છું. તેમના કાલાતીત ઉપદેશો આપણને આગળનો માર્ગ બતાવે છે અને આપણા માર્ગને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે છે.
મહાત્મા ગાંધીનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર છે, તેમણે સમગ્ર માનવજાતને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપી હતી. આપણે હંમેશા તેમના સપના પૂરા કરવા માટે કામ કરીશું. તેમણે સર્વત્ર એકતા અને સંવાદિતાનું જે સપનું જોયું તે દરેક યુવાનોને તેને અનુસરવા માટે પ્રેરિત કરવું જોઈએ.

આ સાથે પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા લખ્યું કે, હું લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરી રહ્યો છું, તેમની સાદગી, દેશ પ્રત્યેનો પ્રેમ, સમર્પણ, જય જવાન, જય કિસાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. તેઓ ભારતની પ્રગતિ માટે પ્રતિબદ્ધ હતા, મુશ્કેલ સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. અમે હંમેશા તેમના મજબૂત ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વિજય ઘાટ પહોંચીને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા અને અહીં પીએમ મોદીએ મહાત્મા ગાંધીને ફૂલ અર્પણ કર્યા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને ફૂલ અર્પણ કર્યા. તમને જણાવી દઈએ કે ગાંધી જયંતિ પહેલા 1 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. તેમણે મન કી બાત કાર્યક્રમમાં આ માટે દેશવાસીઓને હાકલ કરી હતી. પીએમ મોદીએ પોતે ફિટનેસ ટ્રેનર અંકિત બયાનપુરિયા સાથે શ્રમદાન કર્યું હતું.












Click it and Unblock the Notifications
