For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 મહિલાઓ, 14 મિનિટ અને લૂંટી લીધા 5 લાખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 નવેમ્બર: દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં લૂંટની અનોખી ઘટના સામે આવી છે. એક અઠવાડિયા પહેલાં કવિનગરમાં થયેલી લૂંટની ઘટનાનો ખુલાસો થયો છે. ખુલાસો એવો કે જેને સાંભળીને તમારી પહોળી થઇ જશે. જી હાં 13 મહિલા લૂંટારાઓની ગેંગે ફક્ત 14 મિનિટની અંદર 5 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપી દિધું.

પ્રેસમાં લાગેલા સીસીટીવી ફૂટેજના માધ્યમથી આ વાતનો ખુલાસો થયો છે કે ગેંગમાં સામેલ બધી સભ્ય મહિલા હતી. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની છે. પ્રેસના માલિક વિનીત ત્યાગીએ જ્યારે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજને જ્યારે નજીકથી જોયા તો ખબર પડી કે પ્રિંટિંગમાં ઉપયોગ કરવામાં આવનાર 500 ફોટો સેંસિટિવ એલ્યુમિનિયમની પ્લેંટો ગાયબ છે. ગાયબ પ્લેંટોની કિંમત લગભગ પાંચ રૂપિયા છે.

robbery

આ લૂંટની ઘટનાને અંજામ આપનાર ટુકડીમાં બધા સભ્ય 20 વર્ષની આસપાસની છોકરીઓ હતી. પોલીસ પણ આ જાણીને આશ્વર્યમાં મુકાઇ ગઇ. 13 છોકરીઓની આ ગેંગના માધ્યમથી 14 મિનિટમાં લૂંટની આટલી મોટી ઘટનાને અંજામ આપવું નિશ્વિતપણે નવું અને ચોંકાવનાર કેસ છે.

સીસીટીવી ફૂટેજના અનુસાર મહિલા ગેંગ પ્રિંટિંગ પ્રેસ પરિસરમાં 5.16 વાગે સવારે ઘુસી હતી. ત્યાં પ્રવેશ કરવા માટે તે લોકોએ 2 મોટા તાળા તોડ્યા અને મશીનો અને ઓજારો હટાવીને એલ્યૂમિનિયમની પેંટો લૂંટી લીધી. પોલીસ ગેંગમાં સામેલ મહિલાઓની શોધ કરી રહી છે.

English summary
Cameras installed at a printing press in Ghaziabad have captured the first known all-women 13-member gang of burglars at work. The women scaling a 12-feet boundary wall and smashing open locks to decamping with booty worth over Rs 5 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X