For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટનામાં ગર્ભવતિ મહિલા પર ગેંગરેપ કરીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી, 2 આરોપીની ધરપકડ

શનિવારની રાત્રે આ મહિલા તેના ઘરની નજીક ચાલવા નીકળી હતી, તે સમયે બે યુવકોએ તેનું મોઢું દબાવીને તેને નજીકના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં બે શખ્સોએ અન્ય વ્યક્તિને બોલાવ્યો હતો. જે બાદ આ ત્રણેય આરોપીઓએ તેના પર બળાત્કાર કર્યો.

|
Google Oneindia Gujarati News

બિહારના પટનામાં 24 વર્ષીય ગર્ભવતી મહિલા પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને પટના જંકશન નજીક રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં જ છોડી દેવામાં આવી હતી. આ અંગે ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમાંથી બે આરોપી જેમનું નામ વિશાલ અને અંકિત છે, તેમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

શનિવારની રાત્રે આ મહિલા તેના ઘરની નજીક ચાલવા નીકળી હતી, જ્યારે તેના જ વિસ્તારમાં રહેતા બે યુવકોએ તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું હતું. તેઓ તેનું મોઢું દબાવીને તેને નજીકના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં બે શખ્સોએ અન્ય વ્યક્તિને બોલાવ્યો હતો. જે બાદ આ ત્રણેય આરોપીઓએ એક બાદ એક તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર

આ સમયે જ્યારે આ મહિલાએ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ તેના પર કથિત રીતે શારીરિક હુમલો કર્યો હતો. જે બાદ આ આરોપીઓ આ મહિલાને બેભાન અવસ્થામાં રેલવે ટ્રેક પર છોડીને નાસી છૂટ્યા હતા.

જ્યારે મહિલા ફરી ભાનમાં આવી, ત્યારે તેણે અવાજ કરતા આસપાસના લોકોએ રેલવે પોલીસને આ બાબતે જાણ કરી હતી. સ્ટેશન હેડ કિશોરી સહચારીના જણાવ્યા મુજબ પીડિતાને મહિલા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. મહિલાની તબીબી તપાસ કરવામાં આવી છે અને પોલીસે તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ મહિલાનુંં નિવેદન સોમવારના રોજ કોર્ટમાં નોંધવામાં આવ્યું છે. હાલ પોલીસ ત્રીજા આરોપીની શોધ કરી રહી છે.

English summary
A 24-year-old pregnant woman was allegedly gang-raped in Patna, Bihar and left unconscious on a railway track near Patna junction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X