For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેવટે ભારતને મળી મોટી સફળતા, ગેંગસ્ટર રવિ પૂજારી ફ્રાંસથી બેંગલુરુ લવાયો

ગેંગસ્ટર રવિ પૂજારીને ભારત લાવવામાં મોટી સફળતા મળી છે. ગઈ રાતે રવિ પૂજારીને છેવટે પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

ગેંગસ્ટર રવિ પૂજારીને ભારત લાવવામાં મોટી સફળતા મળી છે. ગઈ રાતે રવિ પૂજારીને છેવટે પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો. સૂત્રો અનુસાર રવિ પૂજારીને ફ્રાંસ દ્વારા દક્ષિણ આફ્રિકા અને પછી ભારત લાવવામાં આવ્યો. એર ફ્રાંસનુ વિમાન મોડી રાતે ભારતના બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યુ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સેનેગલમાં રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જામીન મળ્યા બાદ તે ગાયબ થઈ ગયો હતો.

Ravi Pujari

માહિતી અનુસાર રવિ પૂજારીને દક્ષિણ આફ્રિકાના એક ગામમાં સેનેગલના એક અધિકારી, રૉના એક અધિકારી અને મેંગલુરુ પોલિસના જોઈન્ટ ઑપરેશને શનિવારે પકડ્યો હતો. ત્યારબાદથી જ રવિ પૂજારીને ભારત લાવવાની કોશિશો ચાલી રહીહતી. તમને જણાવી દઈએ કે રવિ પૂજારી સામે ઈન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ પણ જારી કરી હતી. રવિ પૂજારી તમામ બૉલિવુડની હસ્તીઓ અને વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો અને તેની સામે લગભગ 200 કેસ નોંધાયેલા છે.

રવિ પૂજારીનો જન્મ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો અને તેની ઉંમર 52 વર્ષ છે. તેને હિંદી, અંગ્રેજી અને કન્નડ ભાષા બોલતા આવડે છે. સ્કૂલમાં ઘણી વાર ફેલ થયા બાદ તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. રવિ પૂજારીની 2 દીકરીઓ અને એક દીકરો છે. 28 વર્ષની ઉંમરમાં તેના ઓસ્ટ્રેલિયામાં લગ્ન થઈ ગયા હતા. માહિતી અનુસાર રવિ પાસે ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ છે અને તે ઘણીવાર ચીન, હૉંગકોંગ અને આફ્રિકાના દેશોમાં પ્રવાસ કરે છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ સેનેગલની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ સામે પૂજારીની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂજારી પાસે કોઈ કાનૂની રસ્તો નહોતો બચ્યો. રવિ પૂજારી લગભગ 15 વર્ષથી ભારતથી ફરાર હતો. પોલિસ અપહરણ, હત્યા, બ્લેકમેલ અને છેતરપિંડીના ઘણા કેસમાં તેને શોધ રહી હતી. તેના પર ઘણી બૉલિવુડ હસ્તીઓ પાસે ખંડણી માંગવાના કેસ નોંધાયેલ છે. તેની સામે લગભગ 200 કેસો માટે રેડ કૉર્નર નોટિસ પણ જારી કરવામાં આવી ચૂકી છે. ગયા મહિને કર્ણાટક પોલિસે રવિ પૂજારીના એક અંગત આકાશ શેટ્ટીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Donald Trump India Visit LIVE Updates: ભારત રવાના થયા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પઆ પણ વાંચોઃ Donald Trump India Visit LIVE Updates: ભારત રવાના થયા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ

English summary
Gangster Ravi Pujari brought to India from Senegal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X