• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૌરવ ગાંગુલીએ ઠુકરાવી દીધો ભાજપમાં જોડાવાનો પ્રસ્તાવ

|

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાના ભાજપના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. સૂત્રો અનુસાર આ પ્રસ્તાવ પર ગાંગુલીએ જણાવ્યું કે મારું સ્થાન સંસદમાં નહીં પરંતુ રમતના મેદાનમાં છે.

પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલી સામે ચૂંટણી લડવાનો પ્રસ્તાવ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો. સાથે સાથે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ભાજપની સત્તા આવતા તેમને રમત મંત્રી બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પશ્ચિમ બંગાળ મામલાના પ્રભારી અને પાર્ટી મહાસચિવ વરુણ ગાંધીએ ગાંગુલી સાથે હાલમાં જ દિલ્હીમાં થયેલી મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે સમયે ગાંગુલીએ વિચારવા માટે થોડો સમય માગ્યો હતો.

નોંધયનીય બાબત એ છે કે એક પ્રમુખ બંગાળી દૈનિમાં ગાંગુલીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે 'હા, મને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ મેં હજી આની પર કોઇ વિચાર કર્યો નથી, કે શું કરું. હું છેલ્લા થોડા સમયથી વ્યસ્ત છું. હું ટૂંક સમયમાં આ અંગેની જાણ તમને કરીશ.'

ગાંગુલી નવેમ્બરમાં એક મિત્ર દ્વારા વરૂણ ગાંધીને મળ્યા હતા, ત્યારબાદથી તેઓ ચૂંટણી લડે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. બંગાળમાં લોકસભાની 42 બેઠક છે, જેમાં ભાજપની એકમાત્ર બેઠક દાર્જિલિંગમાં છે. જોકે આ મુદ્દે ગાંગુલીએ ભાજપના આ પ્રસ્તાવનો સૌમ્યતાથી અસ્વીકાર કર્યો છે.

English summary
Former Indian cricket team captain Sourav Ganguly said no to BJP's offer to contest 2014 Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X