For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ઘરે રહીને દરરોજના 202 રૂપિયા કમાવાનો મોકો

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ઘરે રહીને દરરોજના 202 રૂપિયા કમાવાનો મોકો

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે આખો દેશ લૉકડાઉન કરી દેવામાં આવ્યો હતો, હવે ધીમે ધીમે છૂટછાટ આપવી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મહામારી અટકવાનું નામ નથી લઇ રહી. લૉકડાઉનની સ્થિતિમાં પ્રવાસી મજૂરો સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. આ સમસ્યાના સમાધાન માટે પીએમ નરેન્દ્ર મદીએ શનિવારે ગરીબ કલ્યાણ રોજગાર યોજના શરૂ કરી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જે હેઠળ 6 રાજ્યોના 116 જિલ્લાઓમાં 125 દિવસનુ આ અભિયાન પ્રવાસી શ્રમિકોની મદદ કરશે.

garib kalyan rojgar abhiyan

મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓરિસ્સામાં આગામી 125 દિવસ સુધી ગરીબ કલ્યાણ રોજગાર યોજના ચાલશે. કુલ 116 જિલ્લાના 25 હજાર મજૂરોને આ યોજનાથી લાભ થશે. આ કેમ્પેનમાં 25 પ્રકારના રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેની પાછળ 50 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ કેમ્પેન અંતર્ગત મનરેગાના વેતન પ્રમાણે ચૂકવવામાં આવશે. જે અંતર્ગત કામદાર દરરોજ 202 રૂપિયાની કમાણી કરી શકશે.

આવી રીતે કામ થશે

પહેલા તો આવા મજૂરોની એક યાદી બનાવવામાં આવશે. આ યાદી બનાવી લીધા બાદ તમામ મજૂરોને કામ સોંપવામાં આવશે. આ યાદીમાં મોટાભાગના એવા ગરીબ મજૂરો હશે જેઓ લૉકડાઉનની સ્થિતિમાં પોતાના કર્મસ્થળેથી નિવાસસ્થાને સ્થળાંતર કરવા મજબૂર બન્યા હોય. આ કેમ્પેન અંતર્ગત મજૂરોને તેમની રૂચી અને ટેલેન્ટ મુજબ કામ ઉપલબ્ધ કરાવવામાં આશે.

  • માઇગ્રન્ટ વર્કર આવા કામ કરશે
  • કોમ્યુનિટી સેનિટેશન કમ્પલેક્ષ
  • ગરામ પંચાયત ભવન
  • ફાઇનાન્સિયલ કમિશન ફંડ અંતર્ગત કામ કરવું
  • નેશનલ હાઇવેનું કામ
  • જળસંગ્રહ અને જળ સંચયના કાર્યો
  • કુવાઓનું બાંધકામ
  • વૃક્ષારોપણનું કાર્ય
  • ગાર્ડનિંગ કાર્ય
  • આંગણવાડી કેન્દ્રના કાર્યો
  • પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના કાર્યો
  • ગ્રામ્ય રોડ અને બોર્ડર રોડના કાર્યો
  • ભારતીય રેલવે અંતર્ગત કાર્યો
  • શ્યામા પ્રસાદ મુખરજી અર્બન મિશન
  • ભારત નેટ અંતર્ગત ફાઇબર ઓપ્ટિકલ કેબલિંગનું કાર્ય
  • પીએમ કુસુમ યોજનાનું કાર્ય
  • વોટર લાઇફ મિશન અંતર્ગતના કાર્યો
  • પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેક્ટના કાર્યો
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત આજીવિકાની ટ્રેનિંગ
  • સોલિડ એન્ડ લિક્વિટ વેસ્ટ મેનેજમેન્ટ વર્ક
  • ખેત તલાવડી યોજનાના કાર્યો
  • એનિમલ શેડ કન્સ્ટ્રક્શન
  • મરઘા ઉછેર કેન્દ્રો માટે શેડ કન્સ્ટ્રક્શન
  • અળસિયું ખાતર એકમની તૈયારી

PM મોદી આજે કરશે 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆતPM મોદી આજે કરશે 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત

English summary
garib kalyan rojgar abhiyan: poor worker will now earn 202 rupee daily
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X