For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે વોટર આઈડી કાર્ડ આરોપમાં ગૌતમ ગંભીરે ચુપ્પી તોડી

ક્રિકેટ પીચ થી રાજનીતિ મેદાનમાં આવેલા ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીની નેતા આતિશી મરલીના પર તીખો પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ પીચ થી રાજનીતિ મેદાનમાં આવેલા ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીની નેતા આતિશી મરલીના પર તીખો પ્રહાર કર્યો છે. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીની નેતા આતિશી મરલીના ઘ્વારા ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર પ્રહાર કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે જયારે તમારી પાસે કોઈ વિઝન નથી હોતું ત્યારે તમે આવી વાતો કરો છો. જો તમે છેલ્લા 4.5 વર્ષમાં કામ કર્યું હોત, તો તમે આ પ્રકારની વાતો ના કરતા.

આ પણ વાંચો: ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ FIR કરવા ચૂંટણી પંચનો નિર્દેશ

4.5 વર્ષમાં કોઈ કામ નથી કર્યું

4.5 વર્ષમાં કોઈ કામ નથી કર્યું

ગૌતમ ગંભીરે કહ્યું કે જ્યારે છેલ્લા 4.5 વર્ષમાં તમે કોઈ કામ કર્યું નથી, તમારી પાસે કોઈ વિઝન નથી એટલે તમે આવા આક્ષેપો કરો છો. ચૂંટણી પંચ આનો નિર્ણય કરશે. જ્યારે તમારી પાસે વિઝન હોતું નથી, ત્યારે તમે નકારાત્મક રાજકારણ કરો છો. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીની નેતા આતિશી મરલીના ઘ્વારા ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આરોપ લગાવ્યો હતો. આતિશી મરલીના ઘ્વારા ગૌતમ ગંભીર સામે ત્રીસ હજારી કોર્ટમાં અપરાધિક ફરિયાદ નોંધાવી છે. અદાલત આ કેસને એક મેના રોજ સાંભળશે. તેમને દાવો કર્યો છે કે ગૌતમ ગંભીર પાસે દિલ્હીના કારોલ બાગ અને રાજેન્દ્ર નગરમાં બે રજીસ્ટર મતદાર ઓળખ કાર્ડ છે.

ગૌતમ ગંભીર સામે એફઆઈઆર

ગૌતમ ગંભીર સામે એફઆઈઆર

નોંધપાત્ર રીતે, ચૂંટણી પંચે ગૌતમ ગંભીર સામે એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ ગૌતમ ગંભીર પર પરમિશન વિના જંગપુરામાં જનસભા કરીને આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. 25 એપ્રિલે ગૌતમ ગંભીરે દિલ્હીના જંગપુરામાં રેલી કરી હતી. આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર છે. હાલમાં જ તેમને અરુણ જેટલીની હાજરીમાં ભાજપ જોઈન કર્યું હતું.

આતિશી અને અરવિંદ લવલી સાથે ગંભીરનો મુકાબલો

આતિશી અને અરવિંદ લવલી સાથે ગંભીરનો મુકાબલો

દિલ્હીની પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર ભાજપના ગૌતમ ગંભીરનો કોંગ્રેસના અરવિંદ લવલી અને આમ આદમી પાર્ટીના આતિશી સાથે મુકાબલો છે. પૂર્વ ક્રિકેટર ગંભીર હાલમાં જ ભાજપમાં સામેલ થયા છે. ભાજપે હાલના સાંસદ મહેશ ગિરીની ટિકિટ કાપી ગૌતમ ગંભીરને આપી છે. દિલ્હીમાં મતદાન લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 12મી મેના રોજ થનાર છે.

English summary
Gautam Gambhir hits on the allegation of having two voter ID card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X